________________
વિવરણ
૩૩ કે, ધર્મ તેનું પણ કારણ નથી. શ્રીતીર્થકરપણાની ઇચ્છામાં-(કે તીર્થકરો અષ્ટમહાપ્રતિહાર્યસમવસરણ આદિ વિભૂતિને યોગ્ય બની દેવોથી પૂજાય છે, મને પણ તપથી આવું તીર્થકરપણું પ્રાપ્ત થાઓ એવી ઇચ્છામાં) પણ દોષ છે. પ્રથમની માફક તેનો પણ શાસ્ત્રમાં પ્રતિષેધ કરાયેલો છે.
તે ઇષ્ટભાવ (શુભ પરિણામ)ને બાધા કરનાર છે. નિદાનની ઇચ્છા જ ધર્મમાં વિદ્ગભૂત છે, કારણ કે તેમાં ઋદ્ધિ આદિના પ્રધાનપણાની અને ધર્મમાં ગૌણપણાની બુદ્ધિ આવે છે.
આ વાતને વધારે સ્પષ્ટતાથી વિચારીએ તો કહી શકાય કે–પૌગલિક આશંસાત્મક નિદાન તત્ત્વદર્શનના અભાવવાળું છે અને મહા અપાયનું કારણ છે; કારણ કે, આની પાછળ અવિશેષજ્ઞતા જ કાર્ય કરે છે. અવિશેષજ્ઞતા–સારાસારઅજ્ઞાનતા ખરેખર નિંદનીય છે એ વાત સામાન્ય માણસોને પણ પ્રતીત છે. બાકી તો) આ બધી વસ્તુ (સંસારથી ઉદ્વિગ્ન) યોગી પુરુષોની બુદ્ધિથી જ ગમ્ય છે.
હવે “વિતું પદ સાર્થક છે કે નિરર્થક ? એનો વિચાર કરીએ તો એમાં ભજના છે. શાસ્ત્રમાં એને અસત્યામૃષા (વ્યવહાર ભાષા) નામની ચતુર્થ ભાષા કહી છે અને તેથી તે સાર્થક છે તેમ જ નિરર્થક પણ છે. (આશંસારૂપ આ ચતુર્થભાષા કંઈ સાધવાને કે નિષેધવાને સમર્થ નથી માટે તે નિરર્થક છે અને પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય આનું ફળ હોવાથી સાર્થક પણ છે) કહ્યું છે કેભક્તિપૂર્વક બોલાયેલી આ “અસત્યામૃષા' નામની ભાષા છે, પરંતુ જેમના રાગદ્વેષ ક્ષીણ થઈ ગયા છે એવા વીતરાગજિનેશ્વરી સમાધિ કે બોધિ આપતા નથી.
એમની પ્રાર્થના કરવાથી મૃષાવાદ લાગે છે એમ પણ ન સમજવું; કારણ કે તેમનું પ્રણિધાન કરવાથી જ તેના ગુણથી (પ્રણિધાનના ગુણથી) ફળની પ્રાપ્તિ જરૂર થાય છે.
જેમ ચિંતામણિ રત્નો આદિથી પ્રાણીઓ ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે છે, તેમ જિનેશ્વરોમાં રાગાદિ ન હોવા છતાં પણ તેમનાથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે.
આ વસ્તુસ્વભાવ છે કે–અપૂર્વચિંતામણિ મહાભાગ શ્રી તીર્થકરોને સ્તવવાથી બોધિલાભની પ્રાપ્ત થાય છે.
શ્રીતીર્થંકરભગવંતોની ભક્તિ કરવાથી પૂર્વસંચિત કર્મો નાશ પામે છે, કારણ કે ગુણોના પ્રકર્ષનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનલ સમાન છે.
સારાંશ એ છે કે, જો કે તે ભગવંતો વીતરાગપણાને લીધે આરોગ્યાદિ નથી આપતા તો પણ આવા પ્રકારની વાણીના (સ્તુતિની ભાષાના) પ્રયોગથી પ્રવચનની આરાધના થાય છે અને તે આરાધના દ્વારા સન્માર્ગવર્તી મહાસત્ત્વશાળી જીવને શ્રી તીર્થંકરભગવંતની સત્તાના બળે જ (વસ્તુસ્વભાવસામર્થ્યથી) ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે.
આ રીતે શ્રી તીર્થંકરભગવંતો પાસે “આરોગ્ય માટે બોધિલાભ તથા ઉત્તમભાવ સમાધિની યાચના કરવાથી તેઓ તે આપતા નથી; કારણ કે તેઓ વીતરાગ છે, છતાંય તેમની સ્તુતિનભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org