________________
લોગસ્સ-[ લોભ્ય ]-લોકના—
પ્રમાણથી જે જોવાય તે ‘લોક’ છે. ‘લોક’ શબ્દથી અહીં ‘પંચાસ્તિકાયાત્મક લોક' ગ્રહણ કરવો, એમ ‘આવસ્સયસુત્ત'ની હારિભદ્રીય ટીકામાં સૂચવાયું છે.
તદુપરાંત લલિતવિસ્તરા, ચેઈયવંદણમહાભાસ, યોગશાસ્ત્રસ્વોપજ્ઞવિવરણ, દેવવંદન ભાષ્ય, વંદારૂવૃત્તિ તથા ધર્મસંગ્રહ-આ ગ્રંથોમાં પણ ઉપર્યુક્ત અર્થને જ માન્ય રાખવામાં આવ્યો છે. માત્ર આચારદિનકરમાં ‘લોક' શબ્દથી ‘ચૌદ રાજલોક' અર્થને સ્વીકારવામાં આવ્યો છે. ૩ખ્ખોગો[ ઉદ્યોતરાન્]-પ્રકાશ કરનારાઓને ઃ
[૩]
વિવરણ
‘ઉદ્યોત’ બે પ્રકારનો છે અને તેની વ્યુત્પત્તિ ‘ઉદ્યોત્યતે પ્રાશ્યતેઽનેન કૃતિ દ્યોત:' એ પ્રમાણે થાય છે, એટલે જેના વડે પ્રકાશ કરાય તે ‘ઉદ્યોત.’ ઉદ્યોતના (૧) ‘દ્રવ્યોદ્યોત’ અને (૨) ‘ભાવોદ્યોત' એ બે પ્રકાર છે. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણિ વગેરે ‘દ્રવ્ય ઉદ્યોત’ છે.” કારણ કે તે ઘટ આદિ વસ્તુઓનો ઉદ્યોત કરવા છતાં પણ તેમાં રહેલા સર્વ ધર્મોનો ઉદ્યોત કરી
શકતા નથી.
૧.
૨.
3.
૪.
૫.
જ્ઞાન તે ‘ભાવ ઉદ્યોત' છે, એમ આવસ્સયનિજ્જુત્તિ જણાવે છે.
लोकयते प्रमाणेन दृश्यते इति भावः । अयं चेह तावत् पञ्चास्तिकायात्मको गृह्यते ।
लोकस्य चतुर्दशद्वारात्मकस्य ।
दुविहो खलु उज्जोओ ।
नायव्वो दव्वभावं संजुत्तो । अग्गीदव्वुज्जोओ, चंदो सूरो मणी विज्जू ।
नाणं भावज्जोओ ।
Jain Education International
For Private & Personal Use Only
—આ. હા. ટી., ૫. ૪૯૪ અ. આ. દિ., ૫. ૨૬૭ ૨. —આ. નિ., ગા. ૧૦૫૯ —આ. નિ., ગા. ૧૦૫૯
આ. નિ., ગા. ૧૦૬૦
www.jainelibrary.org