________________
૨૦
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય કે, તે ભગવંતો ક્લેશોનો ક્ષય થવાથી જ પૂજય છે. જે સ્તુતિ કરવાથી પ્રસન્ન થાય, તે નિંદા થાય ત્યારે અવશ્ય રોષ કરે; અને આ રીતે સર્વત્ર જેનું ચિત્ત સમાન નથી તે સર્વનું હિત કરનાર કેવી રીતે બને? શ્રી તીર્થંકરભગવંતો રાગ અને દ્વેષનો ક્ષય થવાથી ત્રણે લોકને જાણનારા છે, પોતાના આત્મામાં અને પારકામાં તુલ્ય ચિત્તવાળા છે અને તેથી સજ્જનો દ્વારા સદા પૂજા કરવા યોગ્ય છે. જે રીતે ઠંડીથી પીડાતા પ્રાણીઓ ઉપર અગ્નિ રાગ કે દ્વેષ કંઈ કરતો નથી, તેમ તેમને બોલાવતો પણ નથી, તો પણ જે તેનો આશ્રય અંગીકાર કરે છે તે પોતાના ઇષ્ટને મેળવે છે. તેવી રીતે ત્રણે ભુવનના ભાવોને પ્રકાશિત કરનારા શ્રીતીર્થંકરભગવંતોનો જે લોકો ભક્તિથી સારી રીતે આશ્રય સ્વીકારે છે, તેઓ સંસારરૂપી ઠંડીને દૂર કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે.
સારાંશ કે—જો કે તેઓ રાગાદિ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી; તો પણ અચિન્ય ચિંતામણિ સમાન તેમને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિ અને ભક્તિપૂર્વક કરેલી સ્તુતિના પ્રભાવે સ્તુતિકારોને જે અભિલાષિત ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત તો તેઓ જ છે.
પપીચંતું' પદનું વિવેચન કરતાં લ. વિ. જણાવે છે કે આ “પીવંતુ પદ પ્રાર્થના છે કે નહીં ? જો પ્રાર્થના હોય તો આ ઠીક નથી, આશંસા સ્વરૂપ હોવાથી. હવે જો એમ કહો કે આ પ્રાર્થના નથી તો આનો ઉપન્યાસ નિષ્ઠયોજન છે કે સપ્રયોજન ? જો નિષ્ઠયોજન કહેવામાં આવે તો વંદનસૂત્ર (લોગસ્સ-સૂત્ર) અચારુ ઠરે; કારણ કે તેમાં નિરર્થક પદનો ઉપન્યાસ થયેલો ગણાય અને જો સપ્રયોજન કહેવામાં આવે તો અયથાર્થ હોવાથી પ્રયોજનની સિદ્ધિ કેમ થાય ?
આનું સમાધાન કરતાં શ્રી ગ્રંથકાર મહર્ષિ કહે છે કે–આ પ્રાર્થના નથી. કારણ કે અહીં પ્રાર્થનાનું લક્ષણ ઘટતું નથી. પ્રસાદની પ્રાર્થના તો પ્રાર્થનીય પુરુષમાં અપ્રસાદની સૂચક છે; કારણ કે સંસારમાં એવું જોવાય છે કે જે અપ્રસન્ન હોય તેના પ્રતિ પ્રસન્નતાની પ્રાર્થના કરવામાં આવે. જે અપ્રસન્ન જ ન હોય તેની પ્રસન્નતા માટે પ્રાર્થના કેવી ? અથવા “ભવિષ્યમાં અપ્રસન્ન ન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે.” એમ કહેવામાં આવે તો પણ તેમાં પૂર્વોક્ત કારણથી જ બાધ આવે અને આમ બન્ને રીતે તેમાં અવીતરાગતા જ સાબિત થાય.
અને તેમ થવાથી સ્તુતિધર્મનો વ્યતિક્રમ થાય. વગર વિચાર્યું બોલવાથી ભગવાનમાં અવીતરાગતા દોષનું આક્રમણ અર્થાપત્તિ-ન્યાયથી સુલભ બને. (અર્થાપત્તિનો અર્થ છે કે જાડો • દેવદત્ત દિવસે નથી ખાતો અર્થાત્ રાત્રે ખાય છે. એ પ્રમાણે ભગવાન પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે એનો અર્થ એ થયો કે તેઓ ક્યારેક અપ્રસન્ન પણ થાય છે.) સજ્જનોની એવા પ્રકારની વચન પદ્ધતિ નથી હોતી કે જેથી મૂળ તત્ત્વમાં જ બાધ આવે; કારણ કે શ્રી જિનમાર્ગવચનની કુશળતા યુક્ત પુરુષોથી જ સમજાય તેવો છે.
तद्वत्तीर्थकरान् ये, त्रिभुवनभावप्रभावकान् भक्त्या । समुपाश्रिता जनास्ते, भवशीतमपास्य यान्ति शिवम् ॥५॥ एतदक्तं भवति-यद्यपि ते रागादिरहितत्वान्न प्रसीदन्ति तथापि तानुद्दिश्याचिन्त्यचिन्तामणिकल्पानन्त:करणशुद्ध्याऽभिष्टवकर्तृणां तत्पूर्विकैवाभिलषितफलावाप्तिर्भवति । .
–આ. હા. ટી., પ. ૫૦૭ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org