________________
વિવરણ
૧૩
મ. ભા. જણાવે છે કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા જિનોનો અહીં સમાવેશ ન થાય તે માટે ‘વતી' પદ મૂકવામાં આવ્યું છે.૫
તેમ જ નામ આદિ ભેદ (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ)થી ભિન્ન પણ જિનવરો અર્હત્ તરીકે સંભવી શકે છે તેથી ભાવ- અર્હત્તા સ્વીકાર માટે અહીં ‘વી' પદ મૂક્યું છે.૫૪
ચે. વં. યો. શા. સ્વો. વિ., દે. ભા., વં. વૃ. તેમ જ ધ. સં. પણ એ જ વાત જણાવે છે કે- અહીં ‘વી’ પદથી માત્ર ભાવ અર્હત્ જ ગ્રહણ કરવા. એટલે કે જ્યારે તે અર્હત્ થઈને વિચરતા હોય તે સ્થિતિમાં રહેલા અર્હત્ જ ગ્રહણ કરવા. પરંતુ રાજ્ય અવસ્થામાં અથવા તો મુનિ અવસ્થામાં વિચરતા અર્હતો ન લેવા કારણ કે તે અવસ્થામાં તે ‘ભાવ અર્હત્’ નથી પણ ‘દ્રવ્ય અર્હત્’ છે. જ્યારે આ સૂત્ર માત્ર ભાવ અર્હતોની સ્તુતિ માટે છે અને તેથી ‘પિ' શબ્દની વ્યાખ્યા કરતાં, ‘અત્તિ' શબ્દથી અન્યને ગ્રહણ કરવા'' એમ જ્યાં કહેવાયું છે ત્યાં, ‘અન્ય’ શબ્દથી ઐરવતાદિ ક્ષેત્રમાં રહેલા વર્તમાન ચોવીસીના તથા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલ વિહરમાન ભાવ જિનોને જ ગ્રહણ કરવાના છે એ વાત સ્વયંસિદ્ધ બને છે.
उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइंच । પઙમળઢું સુપાસું, નિળ ૪ ચંપ્પરૢ વંડે
सुविहिं च पुप्फदंतं, सीअल सिज्जंस वासुपुज्जं च । विमलमणतं च जिणं, धम्मं संतिं च वंदामि ॥३॥
कुंथुं अरं च मल्लि वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमिं पासं तह वद्धमाणं च ॥४॥
આ ત્રણ ગાથાઓમાં દર્શાવાયેલ ચોવીસ તીર્થંકરભગવંતોના નામોના સામાન્ય તેમ જ વિશિષ્ટ અર્થો છે. સામાન્ય અર્થ દરેક તીર્થંકરભગવંતના નામમાં ઘટી શકે છે, જ્યારે વિશિષ્ટ અર્થ, તે તે તીર્થંકરભગવંતના નામમાં ઘટી શકે છે. દરેક તીર્થંકરભગવંતના નામોના સામાન્ય તેમ જ વિશેષ અર્થો પ્રસ્તુત ગ્રંથમાં ટિપ્પણ વિભાગમાં આપવામાં આવ્યા છે, તેથી અહીં તેની ચર્ચા કરી નથી.
Jain Education International
શ્રીઋષભદેવ ભગવાનના નામ માટે બે ખાસ મહત્ત્વની વિગતો ચર્ચવી અહીં જરૂરી છે. દરેક તીર્થંકરભગવંતોના માત્ર એક જ સાથળમાં લાંછન એટલે કે એક વિશિષ્ટ ચિહ્ન હોય છે. એ જૈનશાસ્ત્રોએ માન્ય કરેલ ક્રમ છે. જયારે અપવાદરૂપે શ્રીઋષભદેવ ભગવાનના બન્ને સાથળોમાં તપાવેલ સુવર્ણ જેવા ઉજ્જ્વળ અને એક બીજાની તરફ મુખ કરીને રહેલ વૃષભો (ઋષભો)નું યુગલ, લાંછનસ્વરૂપે હતું એટલે કે દરેક સાથળમાં એક એક વૃષભનું લાંછન હતું.
૫૩. તે ૩૫ અનુમનિાવિ, હુંતિ તો વતી મળિયા । ——ચે. વં. મ. ભા., ગા. ૫૩૨, પૃ. ૯૬. ૫૪. નામાજ્ઞેયમિત્રા વિ, નિળવા સંભવંતિ અહંતા ।
भावारिहंतपडिवत्तिकारयं केवलीवयणं ॥
ચે. વં. મ. ભા., ગા. ૫૩૪, પૃ. ૯૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org