________________
૪૭
કરવાની તક મળે છે. મૂળ સૂત્ર, તેની ટીકા, ગુર્જર ભાષામાં તેનો અર્થ અને વિવેચન તથા વિવિધ પરિશિષ્ટો આપીને આ ગ્રંથને વિશદ કરવામાં આવ્યો છે. નમસ્કારસ્વાધ્યાયના બન્ને વિભાગોની જેમ આ કૃતિ પણ આરાધકોમાં સારી રીતે આદર પામશે એવી અમને શ્રદ્ધા છે. વર્તમાનકાળમાં નમસ્કારમહામંત્રની જેમ લોગસ્સસૂત્રનું આરાધન પણ સારી રીતે વૃદ્ધિ પામે અને જે કાંઈ આરાધન થઈ રહ્યું છે તે અર્થજ્ઞાન અને ભાવોલ્લાસ સહિત થાય અને તે દ્વારા સકળસંધનો અભ્યુદય થાય એમ અમે ઇચ્છીએ છીએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, અજ્ઞાત વસ્તુ કરતાં જ્ઞાત વસ્તુ ઉપ૨ અનંતગુણી શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. રત્ન સ્વભાવથી જ સુંદર છે, છતાં તેનાં મૂલ્યનું વાસ્તવિક જ્ઞાન થયા પછી તેના ઉપર જે શ્રદ્ધા અને આદર થાય છે, તે પૂર્વ કરતાં અતિદૃઢ અને અનેકગુણ અધિક હોય છે. શ્રુતકેવળી શ્રીગણધરભગવંતો રચિત સૂત્રો સાચા રત્નોની જેમ સ્વભાવથી જ સુંદર છે, તો પણ તેના ઉપર અંતરંગ શ્રદ્ધા થવા માટે તેના અર્થ અને રહસ્યોનું જ્ઞાન, તેના પ્રભાવ અને માહાત્મ્યનો પરિચય અતિ આવશ્યક છે. તે આવશ્યક કાર્ય આ કૃતિ દ્વારા સિદ્ધ થાઓ, એવી ભાવનાપૂર્વક વિરમીએ છીએ.
સં. ૨૦૨૧, વિજ્યાદશમી
‘શિવમ્’
१. ज्ञाते वस्तुनि अज्ञाताद्वस्तुसकाशादनन्तगुणिता श्रद्धा प्रवर्धते । उपदेशरहस्य गा० ११०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org