________________
૪૫
ઉપસંહાર :–
લોગસ્સસૂત્રની પ્રથમ ગાથામાં તીર્થકરોની સ્તુતિ છે, પછીની ત્રણ ગાથામાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકરોને નામગ્રહણપૂર્વક ત્રિકરણ યોગે વંદન છે અને છેલ્લી ત્રણ ગાથામાં ચિત્તની શુદ્ધિ માટે અને આશયની ઉદાત્તતા માટે તીર્થકરોની પ્રાર્થના છે. આ પ્રાર્થના આરાધના સ્વરૂપ છે. યદ્યપિ તીર્થકરો રાગાદિરહિત હોવાથી પ્રસન્ન થતા નથી, બોધિ, સમાધિ કે સિદ્ધિને સાક્ષાત્ આપતા નથી, તો પણ અચિંત્યચિન્તામણિકલ્પ એવા તેમને ઉદ્દેશીને અંત:કરણની શુદ્ધિપૂર્વક કરેલી પ્રાર્થના સ્તુતિ કરનારને ઇષ્ટફળ આપનારી થાય છે. આપણે જોયું કે તીર્થકરો વીતરાગ હોવાથી બોધિ, સમાધિ કે આરોગ્યને આપે છે, તે વાત સત્ય નથી, તેમ અસત્ય પણ નથી, કારણ કે તેમનાં ધ્યાનથી આરોગ્યાદિ મળે જ છે. બોધિ, સમાધિ કે સિદ્ધિ જો તેમનાં ધ્યાનથી જ મળતી હોય અને અન્ય રીતે પ્રાપ્ત થવી અશક્ય હોય, તો પછી તે પદાર્થોની યાચના તીર્થકરો પાસે ન કરવી એમાં આરાધના તો નથી જ કિન્તુ ઉપકારીના ઉપકારનું વિસ્મરણ થવારૂપ વિરાધના અવશ્ય છે. જે વસ્તુ જેઓનાં ધ્યાનથી મળે તે વસ્તુને તેઓ જ આપનારા છે, એમ મનાવું યુક્તિપુરસ્સર છે. રાજાના શસ્ત્રથી યુદ્ધને જીતનારા સુભટો રાજાના પ્રભાવે જ જીત્યા એમ ગણાય છે, તેથી “સુભટે યુદ્ધ જીત્યું” એમ કહેવાને બદલે “રાજાએ યુદ્ધ જીત્યું એમ કહેવાય છે. તેમ તીર્થકરોનાં ધ્યાનથી બોધિ, સમાધિ, સિદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત કરનારાઓએ તીર્થકરોના પ્રભાવે જ તે પ્રાપ્ત કર્યું છે, એમ માનવું જોઈએ. એમ માનવામાં પ્રવચનની આરાધના, સન્માર્ગની દઢતા, કર્તવ્યતાનો નિશ્ચય, શુભાશયની વૃદ્ધિ તથા સાનુબંધ શુભાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આરાધના એટલે ઉપકારીના ઉપકારની અખંડ સ્મૃતિ, સન્માર્ગની દઢતા એટલે મોક્ષસાધક અનુષ્ઠાનોમાં ઉત્સાહ, કર્તવ્યતાનો નિશ્ચય એટલે તીર્થકરોની ભક્તિ એ જ મારું કર્તવ્ય છે, એવો નિર્ણય, શુભાશયની વૃદ્ધિ એટલે અંત:કરણની પ્રશસ્તતા તથા તેના પરિણામે મુક્તિ ન મળે ત્યાં સુધી સદ્અનુષ્ઠાનની પુનઃ પુનઃ પ્રાપ્તિ. આ પાંચે પદાર્થો ઉત્તરોત્તર અધિક અધિક પ્રશસ્તભાવને પેદા કરી કર્મની નિર્જરા કરાવનારા થાય છે અને વિરાધનાના ભાવથી બચાવી લે છે. તીર્થકરોના પ્રભાવે પ્રાપ્ત થતી વસ્તુઓને માત્ર પોતાના પ્રયત્નથી જ પ્રાપ્ત થાય છે, એમ જો એકાંતે માની લેવામાં આવે તો તે તીવ્રકર્મબંધના હેતુરૂપ બને છે. તીર્થકરોની પ્રાર્થનામાં જેમ સમ્યક્ત આદિની આરાધના છે, તેમ તેમનું વિસ્મરણ કરવામાં અને તેમને કારણભૂત ન માનવામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગ એ કર્મબંધના પાંચે હેતુઓનું ઓછાવત્તા અંશે સેવન થાય છે. કર્મબંધના હેતુઓથી બચવા માટે અને કર્મક્ષયના સમ્યગદર્શનાદિ હેતુઓનું સેવન કરવા માટે મુમુક્ષુ આત્માઓને તીર્થકરોની સ્તુતિ અને પ્રાર્થના વારંવાર કરવા યોગ્ય છે–આવશ્યક કર્તવ્ય છે, એથી મિથ્યાભિમાનનો નાશ થાય છે અને ત્રિલોકના નાથ જગદ્ગુરુ શ્રી તીર્થંકરદેવોના લોકોત્તર વિનયગુણનું પાલન થાય છે. લોગસ્સસૂત્રની પ્રવૃત્તિ –
આપણે પહેલાં જોઈ ગયા કે લોગસ્સસૂત્રની રચના કરનારા શ્રુતકેવળી ભગવંતો છે, તેઓ સકલવિદ્યા, મંત્ર, તંત્ર આદિના પણ જાણનારા હોવાથી તેમની કૃતિમાં અનેક ગંભીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org