________________
રહસ્યો ગુંથાયેલાં હોય છે. એક બાજુ તીર્થકરોની સ્તુતિ થતી હોય છે અને બીજી બાજુ અનેક વિદ્યાઓની સિદ્ધિ થતી હોય છે, તે વસ્તુ લોગસ્સ ઉપર રચાયેલા વિવિધ કલ્પોથી આપણે જાણી શકીએ છીએ. મંત્ર બીજો સહિત ‘વિત્તિય વંતિય મહિયા' એ એક જ ગાથાનું નિરંતર સ્મરણ કરનાર સમાધિમરણને પામી શકે છે. એ વાત જૈનજગતમાં પ્રસિદ્ધ છે. કાયોત્સર્ગ વખતે પચીસ, સત્તાવીશ, ત્રણસો, પાંચસો અને એક હજાર આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાયોત્સર્ગ કરવાનું વિધાન જૈનશાસ્ત્રોમાં મળે છે અને દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક આદિ પ્રતિક્રમણોમાં લોગસ્સસૂત્રદ્વારા તેનો ઉપયોગ થાય છે, તે લોગસ્સસૂત્રની મહત્તા જાણવા માટે પૂરતું પ્રમાણે છે. ‘પાયમ ૩સીસા' એમ કહીને પૂર્વાચાર્યોએ લોગસ્સસૂત્રના એક એક પાદમાં શ્વાસોજ્વાસની ગતિને નિયમિત કરવાનું સામર્થ્ય રહેલું છે, એમ સ્વીકાર્યું છે. મંત્રની સિદ્ધિ માટે નપ: પ્રાણસમ: વાર્થ:' મંત્રના જાપને પ્રાણ સાથે ગૂંથી લેવો જોઈએ અને તેમ કરવાથી મંત્રસિદ્ધિ સરળ બને છે, એવું તંત્રશાસ્ત્રનું પ્રતિપાદન છે. કાયોત્સર્ગમાં લોગસ્સસૂત્રનું રટણ કરવાથી સ્ત્રના અક્ષરો પ્રાણ સાથે એકમેક થઈ જાય છે અને શ્વાસોચ્છવાસની ગતિ નિયમબદ્ધ થવા લાગે છે, એ સર્વ કોઈ સાધકોનો અનુભવે છે. તેથી મંત્રશાસ્ત્રમાં જેને ‘લયયોગ' કહેવામાં આવે છે અને જે
ધ્યાનયોગ' કરતાં કોટિગુણો અધિક ફળદાયી છે, તે “લયયોગ'ની સિદ્ધિ લોગસ્સસૂત્રનો આશ્રય લેવાથી સાધકને સહજ બને છે, એવા જ કોઈ કારણે સંઘનાં કાર્ય માટે, તીર્થો ઉપર આવેલા ઉપદ્રવોના નિવારણ માટે કે એવા જ બીજા કોઈ વિશિષ્ટ પ્રયોજન માટે સંઘે એકત્ર મળીને શાસનદેવતાનું આરાધન કરવાનું કહ્યું છે અને આ આરાધન કાયોત્સર્ગ દ્વારા કરવાનું ફરમાવ્યું છે. તે કાયોત્સર્ગમાં પણ મુખ્યત્વે આ લોગસ્સસૂત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે. સાધુ અને શ્રાવકને કર્મક્ષય માટે પ્રતિદિન દશ યા વીશ લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનું પણ શાસ્ત્રીય વિધાન છે. ઉપધાનતપના આરાધકોને જ્યાં સુધી ઉપધાનતપની આરાધના ચાલે, ત્યાં સુધી પ્રતિદિન ૧૦૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. એ જ રીતે પંચમી, એકાદશી આદિ તપના આરાધકોને તથા નવપદ અને વિશતિસ્થાનક આદિ વિશિષ્ટ અનુષ્ઠાનોના આરાધકોને તે તે પદને અને તેના ગુણોને ઉદ્દેશીને તેટલી તેટલી સંખ્યામાં લોગસ્સસૂત્રનું અવલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું ફરમાવ્યું છે. આ ઉપરથી જૈન આરાધનામાં નમસ્કારમહામંત્રની જેમ લોગસ્સસૂત્રનું આરાધન પણ વ્યાપક રીતે ગુંથાયેલું છે. અંતિમ અભિલાષા :–
જૈનસાહિત્યવિકાસમંડળ તરફથી પંચમંગલમહાશ્રુતસ્કંધ' યાને “નમસ્કાર મહામંત્ર'નું માહાસ્ય દર્શાવનાર સાહિત્ય એકત્ર કરીને “નમસ્કારસ્વાધ્યાય પ્રાકૃત તથા સંસ્કૃત એમ બે વિભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આરાધકવર્ગમાં તે અતિપ્રિય થઈ પડવાથી અને સંઘમાં તેનો સારો આદર થવાથી “લોગસ્સસૂત્ર' ને પણ તે જ રીતિએ બહાર પાડવા માટે તેના કાર્યવાહકો ઉત્સાહિત થયા છે. તેના પરિણામે શ્રી સંઘ સમક્ષ આ કૃતિ રજૂ થાય છે. તેમાં લોગસ્સસૂત્ર ઉપરની વર્તમાનમાં મળી આવતી લગભગ બધી ટીકાઓ સંગ્રહી લેવામાં આવી છે, તેથી વાચકોને એક જ સ્થળે લોગસ્સસૂત્રના વિવિધ રીતે થયેલા પ્રમાણભૂત અર્થોનું અવગાહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org