________________
પરિચય
લોગસ્સસૂત્રનું પ્રામાણ્ય ઃ———
લોગસ્સસૂત્રનું બીજું નામ ચતુર્વિશતિસ્તવસૂત્ર છે, ચતુર્વિશતિસ્તવસૂત્ર એ મૂલ આવશ્યકસૂત્રનું બીજું અધ્યયન છે. વિદ્યમાન ૪૫ આગમોમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયત્ના, ૬ છેદ, ૪ મૂલ તથા શ્રી નંદી અને અનુયોગદ્વાર સૂત્ર ગણાય છે. ચાર મૂળ સૂત્રનાં નામ શ્રીદશવૈકાલિક સૂત્ર, શ્રીઆવશ્યક સૂત્ર, શ્રીઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રીઓઘનિર્યુક્તિ છે. આવશ્યક એ મૂલ ચાર સૂત્રમાં પ્રથમ સૂત્ર છે. આવશ્યકસૂત્રનાં છ અધ્યયનો છે, તેમાં ચતુર્વિંશતિસ્તવ એ બીજા અધ્યયનનું નામ છે. પહેલું સામાયિક, બીજું ચતુર્વિંશતિસ્તવ, ત્રીજું વંદન, ચોથું પ્રતિક્રમણ, પાંચમું કાયોત્સર્ગ અને છઠ્ઠું પ્રત્યાખ્યાન એમ શ્રીઆવશ્યકસૂત્રનાં છ અધ્યયનો છે. સામાયિકનો અધિકાર સાવદ્યયોઞની વિરતિ, ચતુર્વિશતિસ્તવનો અર્થાધિકાર સદ્ભુતગુણોનું કીર્તન, વંદનનો અર્થાધિકા૨ ગુણવાન એવા ગુરુનો વિનય, પ્રતિક્રમણનો અર્થાધિકાર સ્ખલિતની નિંદા, કાયોત્સર્ગનો અર્થાધિકાર ભાવવ્રણની ચિકિત્સા અને પ્રત્યાખ્યાનનો અર્થાધિકા૨ સંયમગુણની ધારણા છે. શ્રીજિનપ્રવચન છ આવશ્યકમય અને પંચ આચારમય છે. છ આવશ્યકોમાં સામાયિક મુખ્ય છે. તીર્થંકરો સામાયિક ધર્મનો ઉપદેશ આપે છે, માટે તેમની સ્તુતિ એ બીજું આવશ્યક છે. સામાયિક ધર્મનું પાલન કરનારા ગુરુઓનું વંદન એ ત્રીજું આવશ્યક છે. સામાયિક ધર્મના પાલનમાં આવેલી સ્ખલનાની શુદ્ધિ લાગેલા દોષરૂપી વ્રણની ચિકિત્સા અને ફરી સામાયિક ગુણનું શુદ્ધધારણ એ અનુક્રમે ચોથું, પાંચમું અને છઠ્ઠું આવશ્યક છે. શ્રીજિનાગમમાં સામાયિક ચાર પ્રકારનાં વર્ણવેલાં છે. સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક. એ ચારે પ્રકારનાં સામાયિક પાંચ આચારમય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારો છે અને તે આચારોની શુદ્ધિ છ આવશ્યકો વડે થાય છે, તેથી શ્રીજિનપ્રવચનને છ આવશ્યકમય અને પાંચ આચારમય ક્યું છે તે યથાર્થ છે. સામાયિક આવશ્યક વડે ચારિત્રાચારની શુદ્ધિ થાય છે, ચતુર્વિંશતિસ્તવ વડે દર્શનાચારની શુદ્ધિ થાય છે, ગુરુવંદન વડે જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org