________________
પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચક્ખાણ આવશ્યક વડે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચારે આચારોની શુદ્ધિ થાય છે તથા સર્વ આવશ્યકો વડે વીર્યાચારની શુદ્ધિ થાય છે. એ રીતે પંચાચારની શુદ્ધિ કરનાર ષડાવશ્યકમય જિનપ્રવચનની આરાધના એ મુખ્યતઃ સામાયિક ધર્મની આરાધના છે. કહ્યું છે કે સર્વ ભાવોનો આધાર જેમ આકાશ છે, તેમ સર્વ ગુણોનો આધાર સામાયિક છે, તેથી શારીરિક અને માનસિકાદિ અનેક દુઃખોનો નાશ કરનાર એવા સામાયિકધર્મનો ઉપદેશ સર્વ તીર્થંકરોએ આપ્યો છે.
સામાયિકધર્મ ઃ—
શ્રીતીર્થંકરદેવના આગમોમાં પદે પદે ધર્મની જ એક પ્રશંસા છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, ધર્મ સ્વર્ગ-અપવર્ગ આદિ ઉત્તમ પદોને આપે છે, સંસારરૂપી ઘોર અરણ્યનું ઉલ્લંઘન કરવા માટે ધર્મ એ માર્ગદર્શક છે, ધર્મ માતાની જેમ પોષણ આપનાર, પિતાની જેમ પાલન કરનાર, મિત્રની જેમ સ્નેહ કરનાર, બંધુની જેમ પ્રેમ કરનાર, ગુરુની જેમ ઉત્તમ ગુણોને આપનાર અને સ્વામીની જેમ પ૨મ સહાય કરનાર છે. આવી અનેક ઉપમાઓથી ધર્મની સ્તુતિ શાસ્ત્રોમાં કરાયેલી છે. ધર્મથી જીવ રાજા થાય છે, ધર્મથી બળદેવ, વાસુદેવ અને ચક્રવર્તીપણું મળે છે, ધર્મથી જ દેવ, ધર્મથી ઇંદ્ર અને ધર્મથી જ અમિન્દ્રનાં પદો મળે છે અને અરિહંતપણું અર્થાત્ સર્વોત્તમ તીર્થંકર પદ પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે, એ રીતે ધર્મનો મહિમા ગવાયેલો છે. એ ધર્મ બીજો કોઈ નહિ પણ સામાયિક ધર્મ જ છે. ધર્મના દાન, શીલ, તપ અને ભાવ તથા અહિંસા, સંયમ અને તપ વગેરે જેટલા પ્રકારો છે, તે બધા સામાયિકધર્મની જ પુષ્ટિ કરનારા છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મ પણ સામાયિક ધર્મના જ ભેદ છે. શ્રુતધર્મ સામાયિક ધર્મનું માહાત્મ્ય વર્ણવે છે અને ચારિત્રધર્મ તેનું પાલન બતાવે છે. લોગસ્સસૂત્રમાં ચોવીસ તીર્થંકરો અને ઉપલક્ષણથી અનંત તીર્થંકરોની સ્તુતિ છે, તે સામાયિક ધર્મના ઉપદેશ અને પાલનને અંગે જ છે. સામાયિક ધર્મના આદ્યપ્રકાશક તીર્થંકરભગવંતો છે, તેથી શક્રસ્તવમાં તેમની સ્તુતિ ધર્મના દાતાર, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથિ અને ચાર પ્રકારના ધર્મ વડે ચાર ગતિનો અંત કરનાર ધર્મવરચાતુરંતચક્રવર્તી આદિ વિશેષણોથી થયેલી છે.
39
=
સામાયિકનું સ્વરૂપ ઃ—
સામાયિક ધર્મનું બહિરંગસ્વરૂપ સર્વ સાવદ્ય વ્યાપારોનો ત્યાગ છે અને અંતરંગસ્વરૂપ સર્વજીવો પ્રત્યે આત્મતુલ્ય સમતાભાવ છે. સામાયિકને વાસીચંદનકલ્પમધ્યસ્થભાવ પણ કહ્યો છે. રાગદ્વેષનો વિજય, સમસુખદુઃખવૃત્તિ, સર્વત્ર કલ્યાણૈકશીલતા વગેરે તેનાં જ પર્યાયો છે. નિશ્ચય
Jain Education International
૧. સામાયિ મુળાના-માધા: ઘુમિવ સર્વમાવાનાં । न हि सामायिकहीना-श्चरणादिगुणान्विता येन ॥ १ ॥ तस्माज्जगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसानेक- दुःखनाशस्य मोक्षस्य ||२||
શ્રી અનુયોગદ્વારસૂત્ર ટીકા, પત્ર ૪૪ આ.
For Private & Personal Use Only
www.jainelibrary.org