________________
પ્રાફિકથન
સ્વાધ્યાય શ્રેણિમાં “નમસ્કારસ્વાધ્યાય' ના બે દળદાર ગ્રંથોના પ્રકાશન પછી તે જ શ્રેણિમાં લોગસ્સસૂત્ર સ્વાધ્યાય'નું પ્રકાશન કરતાં અમને હર્ષ થાય છે. પહેલા બે ગ્રંથોની સરખામણીમાં આ ગ્રંથ કદમાં નાનો છે. તે
લોગસ્સસૂત્ર–પ્રસ્તુત સૂત્રનો પ્રારંભ “લોગસ્સ' શબ્દથી થતો હોવાથી ગુજરાતી નામકરણમાં તે આદાનપદ સાથે સૂત્ર’ શબ્દનો પ્રયોગ થયો છે. આ સૂત્ર આવશ્યકસૂત્રનો ભાગ હોવાથી તેનું સૂત્રત્વ સિદ્ધ છે અને તેથી ‘લોગસ્સસૂત્રની સંજ્ઞા યોગ્ય છે.
સ્તવ–લોગસ્સસૂત્ર એ ચોવીસ જિનોનું સ્તવ અથવા સ્તુતિ છે. “ઉત્તમ ગુણોનું કથન અને રૂપનું સ્મરણ” એ બે પ્રકારે સ્તુતિ થાય છે. નામ અને રૂપના જોડકામાં નામનું પ્રાથમ્ય હોવાથી પ્રસ્તુત સૂત્રમાં નામનું સ્મરણ અથવા કીર્તન અને ગુણોનું કથન'—એ પ્રકારે વ્યવસ્થા છે. ચતુર્વિશતિ જિનોને વંદન કરતી વખતે તેમના ગુણોને લક્ષ્યમાં લાવવામાં આવે તો જ તે વંદન સાર્થક ગણાય.
ગુણો–શ્રી અરિહંત દેવના જે બાર ગુણો જણાવવામાં આવે છે તેમાં આઠ પ્રાતિહાર્યરૂપ
૧. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે–વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા.
પ્રથમ અનુજ્ઞા અને વિધિપૂર્વક સૂત્રપાઠને તથા અર્થને ગ્રહણ કરવા, પછી તેના પર તર્ક કરીને અને પ્રશ્નો પૂછીને વિશેષ જ્ઞાન મેળવવું અને એ રીતે મેળવેલા જ્ઞાનનું પુનઃ પુનઃ રટન કરીને તેને જાળવી રાખવું, વળી એ રીતે સ્થિર થયેલા જ્ઞાન પર ગહન ચિંતન કરવું અને તેનાં રહસ્યો સમજાય ત્યારે બીજાને તેનું યોગ્ય રીતે દાન કરવું.
વાચના, પૃચ્છના અને પરાવર્તના દ્રવ્યશ્રુત કહેવાય છે. તત્ત્વના સ્વરૂપને અનુલક્ષીને ઉપયોગપૂર્વક જે શ્રુતજ્ઞાન પર ગહન ચિંતન કરાય તે અનુપ્રેક્ષા છે અને તે ભાવકૃત ગણાય છે. પાંચમો પ્રકાર જે ધર્મકથા છે તે ગીતાર્થ સાધુઓને જ હોય છે. ઉપર્યુક્ત પહેલા ચાર પ્રકારના અધ્યયનનો માર્ગ સરળ કરી દેવો તે જ સ્વાધ્યાય શ્રેણિનો હેતુ છે.
૨. સિદ્ધચક્રપાણિક વર્ષ ૩,૪, ૫ ની ફાઈલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org