________________
૩૨
સ્તવાયા છે. ‘તેમને ભાવપૂર્વક કરાયેલો નમસ્કાર જીવને સંસાર સાગરથી તારે છે.” એમ શાસ્ત્રોમાં અનેક સ્થળે કહેવામાં આવ્યું છે.
૨. પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી—બોધિ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એ જ મોક્ષમાર્ગનું મૂળ છે. સમ્યગ્દર્શનથી જ મોક્ષની પ્રાપ્તિના આંતરાનો નિયમ થઈ શકે છે અને તેથી જ સમ્યગ્દર્શનને ધર્મના મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ તરીકે ઓળખાવવામાં આવે છે. સમ્યગ્દર્શનવાળાને જ મોક્ષમાર્ગની અપેક્ષાએ દેખનાર તરીકે ગણવામાં આવે છે. જો સમ્યગ્દર્શન ન હોય તો આરાધકપણાની દૃષ્ટિએ તેને આંધળો ગણવામાં આવે છે પણ તે સમ્યગ્દર્શન જીવાદિ તત્ત્વોના હેય, જ્ઞેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ હોય છે. નામસ્મરણની ઉપાદેય ભક્તિથી આરાધકની બોધિ સમય જતાં ઉત્તરોત્તર વિશુદ્ધતા પામે છે.
૩. ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી—ભવાંતરમાં પણ બોધિની વિશુદ્ધિની ક્રમિક ઉન્નતિ ચાલ્યા કરે છે તે ઉન્નતિ પરમ દશાએ પહોચે તો જ મોક્ષ સિદ્ધ થાય.
૪. સાવઘ યોગોની વિરતિના ઉપદેશકપણાને લીધે ઉપકારી હોવાથી—જગતના તમામ જીવોનું હિત ઇચ્છી તેમને આત્મકલ્યાણનો સાચો રસ્તો બતાવવો એ કાર્ય તો કોઈ વિરલ વિભૂતિઓ વડે જ-જગદ્ગુરુઓ વડે જ કરી શકાય છે, તેવા જગદ્ગુરુઓ શ્રીઅરિહંત પરમાત્માઓ જ-ચોવીસ તીર્થંકર ભગવંતો જ છે, માટે જ લોગસ્સસૂત્રમાં અરિહંતભગવંતોનું જ ગુણોત્કીર્તન કરવામાં આવ્યું છે.
ગુણોત્કીર્તન એ ગુણાનુરાગ હોવાથી ગુણની પ્રાપ્તિનું કારણ બને છે. જૈનેતર ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે વન્દે તા તયે—“ભગવંતના ગુણો મને પ્રાપ્ત થાય તે માટે વંદન કરું છું.'
ગુણનો અનુરાગ ગુણી દ્વારા જ દર્શાવી શકાય છે. ગુણીનું પ્રત્યક્ષદર્શન એટલું બધું ઉપયોગી નીવડે છે કે સ્વતંત્ર રીતે તેનું ગ્રહણ, તેને વંદન, તેને નમસ્કાર, તેની પર્યુપાસના એ બધું તેના પ્રત્યક્ષપણાને લીધે જ થઈ શકે છે.
સમ્યગ્દર્શનાદિ ધર્મ અરિહંતભગવંતમાં સંપૂર્ણપણે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર-એ ત્રણ આત્માના સ્વભાવિક ગુણો છે, તેથી તે ત્રણે ગુણો ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિકચારિત્ર વીતરાગપણે સર્વ કર્મનો ક્ષય કરી તેઓ સિદ્ધ દશા મેળવે તો ત્યાં પણ રહે છે.
લોગસ્સસૂત્રનું બંધારણ—આ સ્તવ સાત ગાથાનું છે. તેના ત્રણ ખંડ છે. પહેલી ગાથાનો પહેલો ખંડ જે ‘સિલોગ' છંદમાં છે, તે પ્રતિજ્ઞાનો નિર્દેશ કરે છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથાનો બીજો ખંડ જે ‘ગાહા' છંદમાં છે તેમાં ચતુર્વિંશતિજિનનામસ્મરણ તથા વંદના છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથાનો ત્રીજો ખંડ જે પણ ‘ગાહા' છંદમાં છે તેને શ્રી સુબોધાસામાચારીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org