________________
૩૩
પ્રણિધાન-ગાથા-ત્રિક કહેવામાં આવેલ છે.
પહેલી ગાથા–અરિહંત ભગવંતનાં ચાર વિશેષણો મૂકવાથી ઇતર અરિહંતો ગ્રહણ થતા નથી. વિત્તરૂલ્સ થી નામસ્મરણની પ્રતિજ્ઞાનો નિર્દેશ પણ અહીં મળે છે.
બીજી, ત્રીજી અને ચોથી ગાથા–વર્તમાન ચોવીસીનાં નામો અહીં આપવામાં આવ્યાં છે અને તેમને વંદના-ભાવવંદના કરવામાં આવી છે. તે ભાવવંદનાના પ્રકારની વિચારણા કરશું.
ભાવવંદના–તેનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે : (૧) ક્રિયામાં (સ્મરણમાં) સતત ઉપયોગ, લક્ષ્ય કે સાવધાની. (૨) સ્તવ કે સૂત્રનો ઉચ્ચાર કરતાં તેના અર્થની વિચારણા. (૩) આરાધ્ય અરિહંતદેવ પ્રત્યે બહુમાન. (૪) વંદનની ક્રિયા કરવાની તક મળવા બદલ હૃદયમાં આનંદની લાગણી. (૫) ભવભ્રમણનો ભય કે નિર્વેદ
તાત્પર્ય એ છે કે લોગસ્સસૂત્રનું સ્મરણ જ્યારે ચાલતું હોય ત્યારે તે સિવાયના અન્ય કોઈ વિચારમાં મનને જવા ન દેતાં તેની ભસ્મરણ) ક્રિયા, તેના વર્ણો (શબ્દો), તેની અર્થવિચારણા અને તેનો મુખ્ય વિષય જે અરિહંતદેવ તેના પર જ મનને એકાગ્ર કરવું.
ઉપર દર્શાવેલા લક્ષણોથી વિપરીત હોય તે દ્રવ્યવંદના કહેવાય.
ક્ષાયોપથમિકભાવ વડે પરમ આદરથી કરવામાં આવેલું વંદન શુભભાવની વૃદ્ધિ કરનારું છે.
વંદના તે અનાદિ ભવથી થતી આવે છે, માટે સુજ્ઞ પુરુષોએ હવે એવી વંદના કરવી કે જે મોક્ષને મેળવવામાં અનન્યકારણભૂત હોય. શુદ્ધ ભાવવંદનાના યોગે જીવને અર્ધપુદ્ગલ પરાવર્તથી અધિક સંસારભ્રમણ રહેતું નથી.
१. नामारिहंतत्थए आईए अट्टमं तओ पढमसिलोगस्स पढणा वायणा दिज्जइ तओ पंचवीस आयंबिलाणि बारसहिं गएहि गाहातिगस्स बीया वायणा दिज्जइ, पुणोऽवि तेरसहिं गएहिं पणिहाणगाहातिगस्स तइया दिज्जइ वायणा ५ पंचमस्स विही.
સુબોધા સામાચારી, પત્ર ૫ આ.
2. See 'The Jain Prayer' By Dr. Harisatya Bhattacharya.
See 'The Concept Of Arhat' By Padmanabha Jaini.
જુઓ “વૈદિકપદાનુક્રમકોષ'માં શબ્દ “અહ”, “અહ” વિ. 3. लिंगा ण तिए भावो, ण तयत्थालोयणं ण गुणरागो । णो विम्हओ ण भवभय-मिय वच्चासो य दोण्हं पि ॥९॥
પંચાશકપ્રકરણ (તૃતીયપંચાશક) ગાથા ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org