________________
૨
સમષ્ટિવાદની પ્રધાનતાવાળી આરાધના બીજે ક્યાંય જોવા મળતી નથી.
જિનાદિ શબ્દો જ્યારે અર્થથી જળવાઈ રહે છે ત્યારે અરિહંત શબ્દ ખુદ શબ્દદ્વારાએ પણ જળવાઈ રહે છે, એ જ એનો અદ્વિતીય મહિમા છે.
અરિહંતની સમષ્ટિમય આરાધના કરવાને તૈયાર થયેલા જીવોએ વ્યક્તિ તરીકે રહેલા ઋષભદેવાદિ તીર્થકરોની ઉપેક્ષા ન કરવી જોઈએ. જેવી રીતે સમષ્ટિમય આરાધના આત્મકલ્યાણ માટે ઉપયુક્ત છે, તેવી રીતે શ્રી ઋષભદેવ આદિ વ્યક્તિની આરાધના પણ સંપૂર્ણ ઉપયોગી છે."
અરિહંતદેવના નામોમાં “૩૫' વગેરેની વર્ણવ્યવસ્થા ૩ પછી સ અને પછી જ આ પ્રમાણે વર્ષોના નિર્મીત અનુક્રમવાળી તથા અર્થવાળી છે, તેથી તે નામો વાચક છે પણ વાચ્ય નથી. એવા અનુક્રમે ગોઠવાયેલા, અર્થવાળા અક્ષરસમૂહને “નામ' કહેવામાં આવે છે. ,
નામ યાદચ્છિક હોય અથવા ગુણનિષ્પન્ન પણ હોય. જિનેશ્વર ભગવંતના નામો ગુણ નિષ્પન્ન હોય છે.
આ પ્રકારે ચોવીસ અરિહંત ભગવંતના ચોવીસ પુણ્યકારી નામો સ્વાભાવિક શક્તિ અને સંત વડે વાર્થનો બોધ કરાવનારા છે.
નામ અને રૂપનો ગાઢ સંબંધ હોય છે તે આપણે સ્થાપના (આકૃતિ) નિક્ષેપમાં વિચારીશું.
અહીં એ પ્રશ્ન થાય કે નામ તો માત્ર શબ્દપુદ્ગલોના સમૂહાત્મક હોવાથી તેનું સ્મરણ આત્માને કેવી રીતે ઉપકારી થાય ?
તેનું સમાધાન એ છે કે નામ નામના ગુણોને યાદ કરાવનાર છે, તેમના ગુણો પ્રત્યે બહુમાન કરાવનાર છે, તેથી તેનું સ્મરણ ફળદાયક નીવડે છે.
શ્રી “રાયપાસેeઇયસુત્ત'ના દશમા સૂત્રમાં જણાવ્યું છે કે “દેવાનુપ્રિય, તેવા પ્રકારના (જ્ઞાન-દર્શનને ધરનારા, જિન, કેવલી) અર્હત્ ભગવંતોના નામ ગોત્રનું શ્રવણ પણ મહાફલદાયિ
છે.
શ્રીતીર્થંકરભગવંતોનાં નામ પરમપવિત્ર તથા મંગલમય છે, તેનો યથાવિધિ જાપ કરવામાં આવે તો સર્વદુઃખ, સર્વપાપક, સર્વપ્રકારની અશાન્તિ કે સર્વપ્રકારના અત્તરાયોને તે દૂર
૧. નામના નિનામા, ...........
......................II દેવવંદન ભાષ્ય પૃ. ૩૭૫ ૨. અન્વર્થ નામને નામગોત્ર કહેવામાં આવે છે.
૩. તે મહાનં રહેતુ તેવા[પ્રિયા તારૂવાપાં અરહંતાપાં નામોયસ્ત વિ સંવા ..... રાયપણઈય સુત્ત પૃ. ૩૯
४. त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्ध
પા ક્ષાત્ ક્ષયમુનિ શરીરમાનામ્.................Iણા ભક્તામરસ્તોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org