________________
તે પરમાત્મા આરાધકને જાણે ચક્ષુ વડે પોતાની સામે દેખાતા હોય, હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, સર્વ અંગોમાં અનુભવાતા હોય અને તન્મયભાવને પામી જતા હોય તેવો અનુભવ થાય છે. આવી જાતના અનુભવોથી સકલ કલ્યાણ સિદ્ધ થાય છે.”૧ આ શબ્દો નામ તથા નામીનો ગાઢ સંબંધ દર્શાવે છે. નામ અને રૂપનો આવો વિશિષ્ટ સંબંધ તથા મહિમા છે, તેથી જ એક અપેક્ષાએ નામ નિત્ય અથવા અવિનાશી મનાય છે અને રૂપ પરિવર્તનશીલ મનાય છે. નામ અને રૂપમાં આજ કારણે નામનું પ્રાથમ્ય તથા માહાત્મ્ય સ્પષ્ટ છે.
૨૯
નામના ઉચ્ચારણ સાથે નામીની ઉપસ્થિતિનો અનુભવ થવો તે નામાભ્યાસની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ અને અસંદિગ્ધ લક્ષણ છે.
નામના ઉચ્ચારણથી નમસ્કાર ક૨વાના પરિણામરૂપ પ્રકાશ આત્મામાં પ્રકટે છે. અગ્નિના ઉષ્ણગુણને જાણનારો અગ્નિ શબ્દના ઉચ્ચારણ સાથે જેમ ઉષ્ણગુણને સ્મરણ કરનારો થાય છે અથવા અગ્નિના આકારને ચિંતવતો થાય છે તેવી જ રીતે શ્રીઅરિહંતભગવંતના પ્રશમરસનિમગ્નાદિ આકારને જાણવાવાળો આરાધક તેમના નામના ઉચ્ચારણ સાથે પ્રશમરસનિમગ્નાદિ અથવા સમવસરણ સ્થિતાદિ આકૃતિને ચિંતવ્યા વિના રહેતો નથી.
નામ શબ્દ છે અને આકૃતિ અર્થ છે-અર્થની જાણકારી વગરના સૂત્રને શાસ્ત્રકારો સુતેલું જ (સુત્ત-સુપ્ત) ગણે છે. અર્થ જાણ્યા વિનાનું સૂત્રાધ્યયન પણ મંત્રાક્ષરોની માફક ફળ દેવાવાળું તે છે જ પણ આત્માના અધ્યવસાયો જેમ જેમ શુભ થાય તેમ તેમ નિર્જરા વધારે થાય. અધ્યવસાયોનું શુભ થવું તે શુભ વિચારને આધીન છે. શુભ વિચારોની ઉત્પત્તિ એકલા સૂત્રાધ્યયનથી થાય તેના કરતાં અર્થના વિચાર સાથે સૂત્રાધ્યયનથી ઘણી જ વધારે થાય તે સ્વાભાવિક છે, તેથી સૂત્રના ઉચ્ચારણ સાથે અર્થની અને તેના ઉપયોગની અતિ આવશ્યકતા રહે છે.
દ્રવ્યનિક્ષેપ—દ્રવ્ય અરિહંતપણું કેવલ તેઓની અતીત અને અનાગત દશાને લઈને જ ગણવામાં આવે છે. આ જ કારણથી જિન શબ્દના નિક્ષેપમાં ‘નિા નળનીવા'' એટલે ભાવતીર્થંકરપણાની અવસ્થાને પામેલા અથવા પામવાવાળા જીવોને જ અતીત અને અનાગતકાલની અપેક્ષાએ દ્રવ્યજિન તરીકે ગણવામાં આવેલા છે.
ભગવાન શ્રીઋષભદેવથી આરંભી શ્રીવર્ધમાનસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરો પૈકી કોઈ પણ હાલ ભવસ્થ નથી એટલે કે શરીરધારી નથી, તે પૈકી કોઈ પણ વર્તમાનમાં અરિહંત નામકર્મને ભોગવનાર પણ નથી, તે ચોવીસેય તીર્થંકરો સર્વથા કર્મથી રહિત બનીને સિદ્ધિપદને પામેલા છે.
૧.
Jain Education International
. हृदयस्थितेसति भगवान् पुर इव परिस्फुरति
પ્રતિમાશતક પૃ. ૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org