________________
૨૨
આ કૃતિઓ યત્રના મહાસર્વતોભદ્ર અને સર્વતોભદ્ર એ બે પ્રકારનો બોધ કરાવે છે. સાત વસ્ત્રો પૈકી ચોથા યત્રનું નામ સર્વતોભદ્ર છે.
જયતિલક સૂરિના શિષ્ય, ધર્મસિહે અને વિજયલક્ષ્મી સૂરિએ રચેલી ૧૧ પદ્યની કૃતિમાંના પદ્ય ૭-૮ એક જાતનો-મહાસર્વતોભદ્ર નામનો-પાંસડિયો યત્ર રજૂ કરે છે. એવી રીતે નેત્રસિંહની કૃતિ તેમ જ વિજયલક્ષ્મી સૂરિની કૃતિનો ત્રીજા અને ચોથા પદ્યરૂપ એક એક અંશ પણ સમાન યત્ર પૂરું પાડે છે. આમ હોઈ આપણને આ પુસ્તકમાં સાત ભિન્નભિન્ન યન્ત્રો જોવા મળે છે. એ પૈકી છઠ્ઠા અને સાતમા યત્રનું નામ જાણવું બાકી રહે છે.
૨૫. શુનાવલિ કિંવા ફલાફલ : ફલાફલ વિષયક પ્રશ્નપત્રની ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજય ગણિએ જાતે લખેલી એક હાથપોથી મળે છે. આ કૃતિનો પરિચય મેં મારા બે પુસ્તકમાં આપ્યો છે. આ ગૌતમ શકુનાવલિ વગેરેનું સ્મરણ કરાવે છે.
૨૬. વિશેષતાઓ : પ્રસ્તુત પુસ્તકની કેટલીક વિશિષ્ટતાઓ છે - જેમ કે ૧. ચઉવીસન્થયનાં પઘો (૨-૩ છંદો)નાં નામ, તેની સમજૂતિ તથા ઉત્થાપનિકા' ૨. પંચષષ્ઠિય–ગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્રોનો કરાયેલો સંગ્રહ. ૩. સર્વતોભદ્રયન્ટને અંગે પાંસઠના ૭ર પ્રકારે સરવાળાનો સ્પષ્ટ નિર્દેશ. ૪. ફલાફલવિષયક પ્રશ્નપત્રનું યોગ્યસ્વરૂપમાં પુનર્મુદ્રણ.'
૨૭. આવકારપાત્ર પ્રકાશન : ચઉવીસન્થયના અભ્યાસ અને આદરને અંગેની વિવિધ વાનગી પીરસી એને આ બાબતમાં સર્વાગીણ બનાવવા માટેની મારી સૂચનાઓને સક્રિય સ્વરૂપ આપવા પ્રસ્તુત પુસ્તકમાં સબળ પરિશ્રમ કરાયો છે. એટલે આશા છે કે “જૈનસાહિત્યવિકાસમંડળ' તરફથી અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા અન્ય ગ્રંથોની જેમ આ પ્રકાશનને પણ સારો આવકાર મળી રહેશે.
૨૮. વિજ્ઞતિઃ આ ઉપોદ્ધાતમાં જો કોઈ ક્ષતિ કે ત્રુટિ જણાય તો એ સપ્રમાણ દર્શાવવા મારી સહૃદય સાક્ષરોને સાદર પરંતુ સાગ્રહ વિજ્ઞપ્તિ છે. ગોપીપરું, સુરત
હીરાલાલ ૨. કાપડિયા તા. ૨૫-૧૦-૬૫
૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૧, પૃ. ૨૨ ૧) તેમ જ યશોદોહન (પૃ. ૩૩) ૨. આનું અપરનામ “બીજ કૌસ્તુભ' છે. ૩. આથી હૈમ તેમ જ અજ્ઞાત કáક એવી એકેક શકુનાવલિ સમજવાની છે. ૪. જુઓ પૃ. ૭૪. ૫. જુઓ પૃ. ૧૧૪-૧૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org