________________
૧૯
નમુ ન્યૂ ર્ણ
ઓવવાઈય ઇત્યાદિ સંઘથઈ
નંદી ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોની ગુણોત્કીર્તનપૂર્વકસ્તુતિરૂપ ચઉવીસન્થય ઉપરાંત આ પ્રકારની અન્ય કોઈ કૃતિ આગમોમાં હોય એમ જણાતું નથી. જો એમ જ હોય તો આ કૃતિ અદ્વિતીય ગણાય.
૧૮. વિવરણો : ચઉવીસન્થયને અંગેનાં વિવરણોમાં પ્રાકૃત અને સંસ્કૃત વિવરણો પ્રાચીનતાદિની દષ્ટિએ આદ્યસ્થાન ભોગવે છે. પ્રાકૃત વિવરણો નિમ્નલિખિત ગ્રંથોમાં નજરે પડે
મહાનિસીહ, આવસ્મયની નિષુત્તિ (ગા. ૧૦૫૭-૧૧૦૨), એનું ભાસ (ગા. ૧૯૬૨૦૩) તથા એની ચુર્ણિ (ભા-૨ પત્ર ૩-૧૪) અને ચેઈયવંદણમહાભાસ (ગા. ૫૦૭-૬૩૮).
સંસ્કૃત વિવરણોને લગતા ગ્રંથો નીચે મુજબ છે :
આવસની હારિભદ્રીય બે ટીકાઓ, લલિતવિસ્તરા (પૃ. ૪૨-૪૮), યોગશાસ્ત્રનું સ્વોપજ્ઞવિવરણ (પત્ર ૨૨૪ આ-૨૨૮ અ), આચારદિનકર (ભા. ૨ પત્ર ૨૬૭ અ-૨૬૮ અ.), વંદારુવૃત્તિ (પત્ર ૨૩ આ-૨૬ અ.), દેવવંદનભાષ્યની વૃત્તિ (પૃ. ૩૨૦-૩૨૬) અને ધર્મસંગ્રહની સ્વોપજ્ઞટીકા (પત્ર ૧૫૫ અ-૧૫૮ અ.) પ્રસ્તુત પુસ્તક ઉપર્યુક્ત ગ્રંથોને લક્ષ્યમાં રાખી લખાયું છે. એથી એની મહત્તામાં વૃદ્ધિ થાય છે.
૧૯. વિશિષ્ટતાઓ : વિવરણકાર સમર્થ હોય તો એના વિવરણમાં કોઈ નહિ ને કોઈ વિશિષ્ટતા હોય જ. આ દૃષ્ટિએ ચકવીસસ્થયનાં વિવરણો વિચારવા જોઈએ. પરંતુ બધાં માટે તો અત્યારે તેમ બને તેમ નથી એટલે હું અહીં ત્રણ જ વિષે ઉલ્લેખ કરું છું. આવસ્મયની નિજુત્તિ તીર્થકરોના નામોના અર્થઘટનની, હારિભદ્રીય ટીકા પ્રથમ પદ્યગત વિશેષણોના સાફલ્યની તથા પાઠાંતરોની અને યોગશાસ્ત્રનું સ્વોપજ્ઞ વિવરણ પ્રથમ પદ્યને લગતા ચાર અતિશયોની વિશિષ્ટતા પૂરી પાડે છે. કોઈ પણ વિવરણમાં અનુબંધચતુષ્ટયનું નિરુપણ હોય તો તેની નોંધ લેવાવી જોઈએ. ચાર અનુબંધો પૈકી વિષયનો નિર્દેશ તો પ્રથમ પદ્યમાં છે જ.
૨૦. અનુવાદો : ચઉવીસન્થયના ગુજરાતી, હિંદી, મરાઠી, જર્મન તેમ જ અંગ્રેજી ભાષામાં અનુવાદો થયા છે. ૨ બે તેમ જ પાંચ પ્રતિક્રમણ સૂત્રને લગતાં પુસ્તકોમાં કેટલીકવાર અનુવાદ ઉપરાંત સ્પષ્ટીકરણ પણ અપાયાં છે. લલિતવિસ્તરાના અને ધર્મસંગ્રહના ગુજરાતી અનુવાદ પણ આ જાતનું સાહિત્ય પૂરું પાડે છે.
૧. હારિભદ્રીય એક મહાકાય ટીકા અદ્યાપિ મળી આવી નથી. ઉપલબ્ધટીકા (ઉત્તરાર્ધ ભા. ૧ પત્ર ૪૯૩ અ. ૫૧૦ આ) જોવી.
૨. જુઓ પ્રસ્તુત પુસ્તક (પૃ. ૭૦). અંગ્રેજીમાં આનો અનુવાદ ઈ. સ. ૧૯૧૮માં થયેલ છે. ૩. આનાં અનુવાદ અને વિસ્તૃત વિવેચન માટે જુઓ “શ્રીહરિભદ્રસૂરિ' (પૃ. ૨૦૨ અને ૩૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org