Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 12
________________ લલિત-વિકસાવ હરિભદ્રસાર રચિત { A-૭) લલિતવિસ્તરાના એક એક વાક્યને વાગોળતા રહો ... સિદ્ધાર્ષિ ગણિને એ પ્રતીતિ થઈ તો આપણને કેમ નહીં થાય ? સિદ્ધર્ષિ ગણિ જો બોલી ઉઠયા કે ... नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये । मदर्थं निर्मितायेन वृतिर्ललितविस्तरा ॥ આપણે પણ આ બોલી ઊઠશું. જેટલો ગોળ નંખાય એટલું ગળ્યું થાય. આ ગ્રન્થને જેટલું વધુ ને વધુ વાગોળવાનું થાય એટલા ગૂઢ રહસ્યો એમાંથી પ્રાપ્ત થાય છે. શક્રસ્તવની મુખ્યતા સાથે ચૈત્યવંદનના આ સૂત્રો એક એક પદ પાછળ રહેલા ગૂઢ રહસ્યોના સાગરને યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ લલિતવિસ્તરા મહાગ્રન્થમાં ઉતાર્યો છે. એક એક પદને હેતુ તરીકે લઈ, આ ગ્રન્થ હેતુવાદથી એ સિદ્ધિ કરવામાં આવી છે કે શ્રી તીર્થંકરદેવ જેવું કોઈ પરમોચ્ચ તત્ત્વ આ વિશ્વમાં નથી અને શ્રી જૈનદર્શન જેવું કોઈ સંપૂર્ણ સત્ય દર્શન આ વિશ્વમાં નથી. ચૈત્યવંદનની મહાન ક્રિયાને ભાવોના પ્રાણ રેડી ચૈત્યવંદન કરવાનું માર્ગદર્શન આ ગ્રન્થમાંથી મેળવી શકાય છે. આ લલિતવિસ્તરામાં કેવા રહસ્યો છુપાયેલા છે જાણવા માટે એનો કંઈક વિષય પરિચય મેળવીએ. ગ્રન્થકારે મંગળ કરીને ચૈત્યવંદનની સફળતા દર્શાવ્યા બાદ એ સમ્યફ કઈ રીતે થાય એ માટેના વિધિમાં ઉપયોગ વગેરે ૫ અંગોનું નિરૂપણ કર્યું છે. ત્યાર બાદ ઘર્મના અને ચૈત્યવંદનના ૫ અધિકારીઓની વિશેષતાઓ દર્શાવી અનધિકારીને આપવામાં રહેલા દોષો-અધિકારીને આપવામાં થતા લાભોનું પ્રરૂપણ કર્યું છે. તદનન્તર અપવાદમાર્ગનું સ્વરૂપ, શાસ્ત્ર પરીક્ષા અને શુદ્ધદેશનાનું નિરૂપણ કરી ચૈત્યવંદનની પૂર્વવિધિ જણાવી છે. તે પછી સ્તોતવ્ય વગેરે ૯ સંપદાઓ જણાવી વ્યાખ્યાનના સંહિતા વગેરે ૬ પ્રકારના સ્વરૂપ અને જિજ્ઞાસા વગેરે ૭ પ્રકારના અંગો પર ગ્રન્થકારે સુંદર પ્રકાશ કર્યો છે. હવે પછી, નમોત્થણે અરિહંતાણં વગેરે એક એક પદને લઈ તેની વ્યાખ્યામાં ગ્રન્થકારે નીચેની બાબતો અંગે રહસ્યો ખોલ્યાં છે. નમોત્થણે અરિહંતાણં- ઘર્મવૃક્ષના બીજ વગેરે, ભાવનમસ્કારમાં તરતમતા, ઈચ્છા વગેરે ૩ યોગ, ધર્મ-યોગ સંન્યાસ ભગવંતાણ : ‘ભગ’ના ઐશ્વર્ય વગેરે ૬ અર્થોની શ્રી અરિહંતમાં વિદ્યમાનતા આઈગરાણે : સાંખ્યના અકર્તુત્વવાદનું તેમજ સ્વભાવમાત્રવાદનું ખંડન તિસ્થયરાણે : આગમ ધાર્મિકનાં વેદ અપૌરુષેયત્વવાદનું નિરસન .. સયસબુદ્ધાણં : અનાદિ પરમેશ્વર મહેશના અનુગ્રહથી જ બોધ-નિયમની પ્રાપ્તિ થાય એવા મહેશાનુગ્રહ મતનું નિરાકરણ ગજરાતી અનુવાદક. , ભદ્રકરસૂરિ મ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 518