________________
૧૦
કર્મગ્રંથ-૨ વિવેચન સહજભાવે પોતાના અંતરાત્મામાં વિચાર કુરાયમાન થાય કે કેવી સુંદર વાત છે.? આ વાત ટકતી નથી તેનું મૂળ કારણ શું છે તે જાણવાની જિજ્ઞાસા પેદા થાય છે. આ જિજ્ઞાસા પેદા થતાં એને ભગવાન અથવા ભગવાનના માર્ગના સાધુ પાસે જાણવા જવાની ઈચ્છા થાય છે અને તેમાં તેને ખબર પડે કે આનું મૂળ કારણ રાગાદિની ગાઢ પરિગતી રૂપ ગ્રંથી જ છે. એમ જાણ્યા પછી જ્યારે નવરો પડે ત્યારે વારંવાર તેની વિચારણા કરતાં ગ્રંથીને વિશેષ રીતે ઓળખતો જાય અને તેના પ્રત્યે સહજ રીતે અંતરમાં દ્વેષ પેદા થતો જાય. જેમ જેમ વધતો જાય તેમ તેમ ગ્રંથીથી પ્રતિપક્ષી ચીજરૂપ જે સુખ તે કેવું હશે, ક્યાં રહેલું હશે, અને તે મેળવવું હોય તો કઈ રીતે પ્રાપ્ત થાય આવું જ્ઞાન મેળવવા માટે વારંવાર વિચારણાઓ પેદા થતી જાય છે. અને તે જાણવા માટે વારંવાર સાધુ પાસે જવાની ઈચ્છા પેદા થતી જાય છે. આ રીતે વારંવાર સાધુ પાસે જતાં સાચું સુખ શું છે ? તે જાણવા મળતાં ધર્મ પ્રત્યે વિશેષ આદર અને બહુમાનભાવ પ્રાપ્ત થાય. સાચું સુખ, દુ:ખના લેશ વિનાનું (૨) પરિપૂર્ણ (૩) આવ્યા પછી કદી નાશ ન પામે તેવું હોય તે જ કહેવાય છે અને આ સુખ દુનિયાના કોઈપણ પદાર્થમાં નથી એવી જ્યારે આત્મામાં પ્રતિતિ થાય છે ત્યારે સાચું સુખ મેળવવાનો એટલે કે મોક્ષનો અભિલાષ અંતરમાં પેદા થાય છે. આ અભિલાષના અધ્યવસાયમાં રહેલા જીવો શુદ્ધ યથાપ્રવૃત્તકરણમાં દાખલ થયેલા ગણાય છે અને માભિમુખ થયેલા ગણાય છે. આ જીવોને ૭ કમોંની જે નિર્જરા થઈ રહેલી હોય
છે તે અસંખ્ય ગુણ અસંખ્યગુણ અધિક સકામ નિર્જરા થાય છે અર્થાત્ અહીંથી સકામ નિર્જરા શરૂ થાય છે.
મોક્ષનો અભિલાષ જે જીવોને પેદા થયેલો છે તે જીવોનો અધ્યવસાય પ્રણિધાનરૂપ કહેવાય છે. આ કારણથી આ જીવો ઈછાયોગમાં દાખલ થયેલા ગણાય છે. આના પરિણામે અરિહંત પરમાત્મા પ્રત્યે, સાધુ પ્રત્યે અને ધર્મ પ્રત્યે આદર અને બહુમાનભાવ સહજ રીતે વધતો જાય છે. જ્યારે જ્યારે સંસારની પ્રવૃત્તિમાંથી સમય મળે કે તરત જ વિશેષ રીતે ધર્મને જાણવાની જિજ્ઞાસાથી સાધુ પાસે જઈને વારંવાર ધર્મ સાંભળતો જાય છે, એ ધર્મ સાંભળવામાં અંતરાયભૂત થનારા જે કોઈ વિઘ્નો પેદા થાય તે વિઘ્નોને પોતાની શક્તિ પ્રમાણે દૂર કરતો કરતો આ પ્રવૃત્તિને વધારતો જાય છે. આના કારણે દુન્યવી અનુકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષબુદ્ધિ વધતી જાય છે તથા મોક્ષનો અભિલાષ તીવ્ર બનતો જાય છે.
આ અધ્યવસાયવાળા જીવોને માર્ગપતિત પરિણામવાળા કહેવાય છે. આ રીતે માર્ગપતિત પરિણામથી વારંવાર પ્રવૃત્તિ કરતાં જેમ જેમ માર્ગને વિશેષ રીતે જાણતો થાય, તેમ તેમ પ્રવૃત્તિ વધારવાની ભાવના પણ પેદા થતી જાય છે. અને પોતાની