________________
કર્મગ્રંથ-૨ વિવેચના પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને નવકારમંત્રનો કોઈપણ અક્ષર બોલતાં આવડે તે જીવો ગ્રંથી દેશે આવેલ છે અથવા અનાદિયથાપ્રવૃત્તકરણે આવેલા છે એમ કહેવાય છે.
સંથી : જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી - દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી તથા અંતરાયકર્મના ક્ષયોપશમથી જ્યાં સુધી જીવોને દુન્યવી અનુકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ રાગની પુષ્ટી થતી જાય તેવો પરિણામ તથા દુન્યવી પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષની પુટી થતી જાય તેવો જે પરિણામ તે ગ્રંથી કહેવાય છે.
કેટલાક જીવો અનાદિયથા પ્રવૃતકરણે આવી કિલષ્ટ પરિણામી થઈ સાતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વારંવાર બાંધીને સંસારમાં અનંતીવાર પ્રરિભ્રમણ કરે છે.
દિરબંધક : કેટલાક જીવો અનાદિ વવાપ્રવૃત્તકરણે આવ્યા બાદ કિલષ્ટ પરિણામી થઈને સાતે કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ, સંસારમાં પરિભ્રમણ કરતાં બે વાર પ્રાપ્ત કરે તે દ્વિરબંધક જીવો કહેવાય છે.
સકૃતબંધક જીવો : કેટલાક જીવો અનાદિયથાપ્રવૃત્તકરણે આવીને કિલષ્ટ પરિણામના કારણે ૭ કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ એકજવાર બાંધે તે સકૃતબંધક જીવો કહેવાય છે.
અપુનરબંધક જીવો :- અનાદિયથાપ્રવૃત્તકરણે આવ્યા બાદ તીવ્રભાવે પાપ કરવાની વૃત્તિ ન હોવાથી ઉત્કૃષ્ટસિથતિબંધ પ્રાપ્ત ન કરે તે અપુનરબંધક દવ કહેવાય છે. આ ગ્રંથી દેશે આવેલા અભવ્ય-દુર્ભવ્ય-ભારેકર્મીભવ્ય તથા લઘુકર્મભવ્ય જીવોને સાતે કમોની સ્થિતિ પ્રાય; એક સરખી હોય છે તથા દુર્લભબોધિ ભવ્ય જીવો પણ ગ્રંથી દેશે અનંતોકાળ રહી શકે છે.
આ પાંચ પ્રકારના જીવો સંજ્ઞીપર્યાપ્તપણું પ્રાપ્ત કરી મનુષ્યગતિમાં રહેલા કે કોઈપણ ગતિમાં રહેલા, ભગવાનની ધર્મદિશના સાંભળી શકે છે. ધર્મદિશના સાંભળતા સાંભળતાં જે લઘુકર્મી ભવ્ય જીવો હોય છે તે જીવને ભગવાનની વાણી પ્રત્યે બહુમાન તથા આદરભાવ પેદા થાય છે. અને તેના હૈયામાં જીવનમાં કોઈવાર સાંભળ્યું ન હોય એવું સાંભળવા મળતા અપુર્વઆનંદ પેદા થાય છે તે આનંદને જાળવી રાખવા માટે દેશના સાંભળ્યા પછી વારંવાર તે શબ્દોને મનથી વિચારણા કરતો કરતો યાદ કરે છે.
આ કક્ષાથી આ જીવને અભવ્યાદિ જીવો કરતાં અસંખ્યગુણી અધિક નિર્જરા પ્રાપ્ત છે. આ જીવ આ રીતે વારંવાર પ્રવૃત્તિ કરતાં - સાંભળતાં મનમાં વિચાર કરતાં આદર અને બહુમાનભાવ ભગવાનની વાણી પ્રત્યે વધારતો જાય છે. આ પ્રવૃત્તિથી