________________
૬૨
કર્મગ્રંથ-૨ વિવેચન બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે અને ૨ પ્રકૃતિનો અબંધ થાય છે.
દર્શનાવરણીય ૩ - મોહનીય પ - આયુષ્ય ૧ - નામ ૧૫ - ગોત્ર ૧ = ૨૫ દર્શનાવરણીય ૩ = નિદ્રાનિદ્રા – પ્રચલપ્રચલા - થીણધ્ધિ. મોહનીય ૫ = અનંતાનુબંધિ ૪ કષાય - સ્ત્રીવેદ. આયુષ્ય ૧ = તિર્યંચાયુષ્ય
નામ - ૧૫ = પિંડ પ્રકૃતિ ૧૧ - પ્રત્યેક ૧ - સ્થાવર ૩ = ૧૫. પિંડ પ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ - મધ્યમ ચાર સંઘયણ - મધ્યમ ચાર સંસ્થાન – તિર્યંચાનુપૂર્વી - અશુભ વિહાયોગતિ પ્રત્યેક ૧ ઉધોત. સ્થાવર - ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય.
ગોત્ર - ૧ નીચગોત્ર. બે પ્રકૃતિનો અબંધ થાય છે આયુષ્ય ૨ - મનુષાયુષ્ય-દેવાયુષ્ય.
અનંતાનુબંધિ કષાયનો ઉદય અવશ્ય એક અને બે ગુણસ્થાનક સુધી હોય છે. તેના કારણે તેના ઉદયથી બીજાના અંતે અંત થતી પચ્ચીશ પ્રવૃતિઓમાંથી કોઈને કોઈ પ્રકૃતિઓનો બંધ જીવ કરતો હોવાથી બીજા સુધી બંધાય છે. અનંતાનુબંધિનો ઉદય વિચ્છેદ થતાં તે પચ્ચીશનો અંત થાય છે. તે કારણથી તે પચ્ચીશ પ્રવૃતિઓ અનંતાનુબંધિ - અવિરતિ પ્રચયિકી એટલે (તેના યોગે) બંધાય છે. એમ કહેવાય છે.
તથા ત્રીજા ગુણસ્થાનકમાં રહેલા જીવોને આયુષ્ય બંધના અધ્યવસાય પ્રાપ્ત થતાં ન હોવાથી આયુષ્યનો બંધ થતો નથી કારણ આયુષ્ય ઘોલના પરિણામે એટલે મધ્યમ પરિણામે બંધાય છે. જ્યારે ત્રીજા ગુણસ્થાનકે મધ્યમ પરિણામ પ્રાપ્ત થતો નથી તેથી બે આયુષ્યનો અબંધ થાય છે. એમ કહેવાય છે.
ઉપર જણાવેલ ૨૭ પ્રકૃતિ જતાં ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૩૪ પ્રકૃતિઓ બંધાય
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ-નામ-ગોત્ર-અંતરાય
૬ ૨ ૧૯ ૦ ૩૬ ૧ ૫ = ૩૪ ત્રીજા ગુણસ્થાનકના અંતે એકપણ પ્રકૃતિનો અંત થતો નથી પણ બંધમાં ત્રણ દાખલ થાય છે.