________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૯૯ ૨૪. સ્ત્રીવેદ પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે. ૨૫. નપુંસકવેદ પ્રકૃતિ - પહેલે ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે.
૨૬. નરકગતિ-નરકાનુપૂર્વી પ્રકૃતિ બંધાય ત્યારે સતત એક અંતરમુહૂર્ત સુધી ચાર ગતિની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે.
૨૭. તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી પ્રકૃતિ બંધાય તો એક અંતરમુહૂર્ત સુધી સતત પહેલે ગુણસ્થાનકે ચારગતિની સાથે. બીજે ગુણસ્થાનકે નરક સિવાય ત્રણગતિની સાથે પરાવર્તમાનરૂપે બંધાય છે.
૨૮. મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વી પ્રકૃતિ-૧-૨ગુણસ્થાનકે ચારગતિના જીવોને પરાવર્તમાન રૂપે અને ૩-૪ ગુણસ્થાનકે દેવતા- નારકીને સતત બંધાય છે.
૨૯. દેવગતિ-દેવાનુપૂર્વી પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન તથા તિર્યંચોને ૩ થી ૫ ગુણસ્થાનકસુધી, મનુષ્યને ૩ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય છે.
૩૦. એકેન્દ્રિય આદિજાતિ પ્રકૃતિ પહેલે ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય
૩૧. પંચેન્દ્રિય જાતિ પ્રકૃતિ પહેલે ગુણસ્થાનકે પરાવર્તમાન અને ૨ જાથી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય છે.
૩૨. ઔદારિક શરીર - ઔદારિક અંગોપાંગ, દેવતાનારકીનાજીવો ૧ થી ૪ ગુણસ્થાનક સુધી સતત અને મનુષ્ય - તિર્યંચોને ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે.
૩૩. વૈકીયશરીર-વૈકીયઅંગોપાંગ પ્રકૃતિ મનુષ્ય અને તિર્યંચો ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે તથા ૩ થી ૫ ગુણસ્થાનક સુધી તિર્યંચો અને ૩ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી મનુષ્યો સતત બાંધે છે.
૩૪. આહારકશરીર-આહારકસંગોપાંગ આ બે પ્રકૃતિ ૭માથી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે.
૩૫. તેજસ શરીર-કાર્પણ શરીર પ્રકૃતિ ૧ થી ૮ ગુણસ્થાનક ૬ ભાગ સુધી સતત બંધાય છે.
૩૬. ૧ લું સંઘયણ પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે ૩-૪ગુણસ્થાનકે દેવતા-નારકી સતત બાંધે છે.
૩૭. મધ્યમ ૪ સંઘયણ પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે.