________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૩૮. છેવઠું સંઘયણ પ્રકૃતિ પહેલે ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે. ૩૯. ૧ હું સંસ્થાન પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે અને ૩ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય છે.
૪૦. મધ્યમ ૪ સંસ્થાન પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે. ૪૧. છેલ્લું સંસ્થાન પ્રકૃતિ પહેલે ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે. ૪૨. વર્ણાદિ ૪ પ્રકૃતિ ૧ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય
છે.
૧૦૦
૪૩. શુભ વિહાયોગતિ પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાનરૂપે અને ૩ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય છે.
૪૪. અશુભ વિહાયોગતિ પ્રકૃતિ ૧ ૨ ગુણસ્થાનકે પરાવર્તમાન હોય છે. ૪૫. પરાઘાત - ઉશ્ર્વાસ પ્રકૃતિ પહેલે ગુણસ્થાનક પરાવર્તમાન રૂપે અને ૨ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય છે.આ બે પ્રકૃતિઓ પર્યામ નામકર્મની સાથે જ બંધાય છે અપર્યાપ્ત નામકર્મ બંધાય ત્યારે બંધાતી ન હોવાથી ૧લે ગુણસ્થાનકે પરાવર્તમાન ગણાય છે. બીજે થી અપર્યાપ્ત નામ કર્મ બંધમાં ન હોવાથી સતત બંધ ગણાય છે.
૪૬. આતપ નામ કર્મ પ્રકૃતિ એકેન્દ્રિય જાતિની સાથે બાદર - પર્યામા પ્રત્યેકની સાથે બંધાય ત્યારે સતત બંધાય.
૪૭. ઉદ્યોત નામકર્મ પ્રકૃતિ તિર્યંચગતિની સાથે બંધાય ત્યારે સતત બંધાય ૪૮. જિનનામ જે જીવોએ નિકાચીત કરેલ હોય ત્યારે તેઓ સતત બાંધે છે બાકી અનિકાચીત બંધવાળા જીવો પરાવર્તમાન રૂપે બાંધે છે.
૪૯. અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત આ ત્રણ પ્રકૃતિઓ ૧ થી ૮ ગુણસ્થાનક ૬ ભાગ સુધી સતત બંધાય છે
બાદર - પર્યાપ્ત - પ્રત્યેક પ્રકૃતિ પહેલા ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે અને ૨ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય છે. ૫૧. સુભગ - સુસ્વર - આદેય આ ત્રણ પ્રકૃતિ ૧ ૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે અને ૩ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય છે. ૫૨. સ્થિર - શુભ આ બે પ્રકૃતિ ૧ થી ૬ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન
અને ૭ થી ૮ ગુણસ્થાનક ૬ ભાગ સુધી સતત બંધાય છે.
૫૦. સ
·
·