Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 116
________________ કર્મગ્રંથ-૨ વિવેચના ૧૧૧ પ્રત્યેકત્રિક, ૬ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણ, તેજસ-કાર્પણ શરીર, પહેલું સંઘયણ, સ્વર, સુસ્વર, શાતા અશાતામાંથી એક એમ ત્રીસનો અંત થતાં અયોગીએ ૧૨ ઉદયમાં હોય છે સુભગ-આય-યશ-શાતા અથવા અશાતામાંથી એક તસતિગ પબિંદિ મમુઆઉ, ગઈજિપુએંતિ ચરિમ સમયંતી, ઉદઉબુદીરણા પર, અપમન્નાઈ સગગુણે સુ ૨૩ અર્થ - તસતિગ-ત્રસત્રિક, પશિંદિ-પંચેન્દ્રિય જાતિ, મમુઆઉગઈ-મનુષ્ય આયુ અને ગતિ, જિણવ્યંતિ-જિનનામઅને ઉચ્ચગોત્ર, ચરિમસમય-અંત સમયે, અંતો-અંત થાય, ઉદઉવ-ઉદયની પેરે, ઉદીરણા-ઉદીરણા જાણવી, પરમ્-એટલું વિશેષ કે, અપ્રમત્તાઈ-અપ્રમત્તાદિ, સગગુણસુ-સાતગુણઠાણે. ભાવાર્થ :- ત્રસત્રિક, પંચેન્દ્રિય જાતિ, મનુષ્યાયુષ્ય, મનુષ્યગતિ, જિનનામ, ઉચગોત્ર, એ અયોગીના ચરમ સમયે અંત થાય એટલે જીવ સિદ્ધિગતિને પામે છે. ઉદયની જેમ પ્રમત્તગુણસ્થાનક સુધી ઉદીરણા જાણવી. અપ્રમત્ત ગુણસ્થાનથી સાત ગુણસ્થાનને વિષે જે વિશેષ છે તે હવે કહીશું. એસા પડિસિગૂણા, વેણિયાહાર જુઅલ થીણતિગ, મયુઆઉપમન્નતા, અજોગિ આસુદીરગો ભયનંા ૨૪ અર્થ - એસાપડિ-એ ઉદીરણા પ્રકૃતિ, તિગૂણા-ત્રણગુણી જાણવી, વેણિયવેદનીય બે, આહારજુઅલ-આહારકદ્વિક, થીણતિગ-થીણદ્વિત્રિક, માગુઆઉ-મનુષ્યાયુ, પમત્તતા-પ્રમત્તે અંત થાય.અજોગિ-અયોગી, ભયવં ભગવાન, અણુદીરગો-અનુદીરક. | ભાવાર્થ:- છઠ્ઠાના અંતેથી ત્રણ પ્રકૃતિઓ અધિક ઓછી જાણવી, વેદનીય-૨, આયુષ્ય-૧, મનુષ્પાયુષ્ય, આહારદ્ધિક, થીણધ્ધિત્રિકનો અંત થતાં આગળ દરેક ગુણસ્થાનકે ઉદીરણામાં જાણવી-અયોગી અણદીરગ હોય છે. સત્તા કમ્માણ દિઈ, બંધાઈલધ્ધ અત્તલાભાર્ગ, સંતે અડયાલ સાં, જાઉવસમુ વિજિકુ બિયતઈએ. ૨૫ અર્થ - સત્તા-સત્તા, કમ્માણ-કર્મની, ઠિઈ-સ્થિતિ, બંધાઈ-બંધ આદિએ કરી, લધ્ધ-પ્રાપ્ત કર્યું છે, અત્તલાભાણ-આત્મસ્વરૂપ જેણે, સંતે-સત્તાએ, અડ્યાલય - એકસો અડતાલીસ, જાથાવત્, ઉવસમુ-ઉપશાંત મોહ ગુણદાણા સુધી, વિજિસુજિનનામ વિના, બિય-બીજે, તઈએ-ત્રીજે. ભાવાર્થ:-કમની બંધાયેલી જે સ્થિતિ આત્મપ્રદેશોની સાથે એકમેક થઈને નિયત કાળ માટે રહેલી તેને સત્તા કહેવાય છે. સત્તામાં મિથ્યાત્વથી ૧૧ મા ઉપશાંત મોહસુધી ૧૪૮ પ્રકૃતિઓ હોય છે. બીજે તથા ત્રીજે ગુણસ્થાનકે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય છે.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122