________________
૧૦૪
કર્મગ્રંથ-૨ વિવેચન પ્રત્યેક - ૧ = જિનનામ. ગોત્ર - ૧ = ઉચ્ચ ગોત્ર.
૧. સમ્યકત્વ મોહનીયમિશ્ર મોહનીય અનાદિ મિથ્યાત્વીને ન હોય સાદિ મિથ્યાત્વી ઉવલના કરે ત્યારે ન હોય બાકીનાને હોય તેથી અધુવ સત્તા.
૨. નરકથ્વિક - દેવદ્ધિક - વૈકીય ચતુષ્ક - આ આઠ એકેન્દ્રિય જીવો ઉદ્વલના કરે છે. માટે અધુવસત્તા રૂપે હોય છે.
૩. આહારક ચતુષ્ક - બંધમાં બંધાય કે ન બંધાય તેથી અધુવસત્તા રૂપે હોય છે.
૪. મનુષ્યબ્લિક - ઉચ્ચગોત્ર - તેઉકાય - વાયુકાય જીવો ઉલના કરે છે. તેથી અધુવસત્તા ગણાય છે.
૫. જિનનામ બંધમાં હોય અથવા ન હોય તેથી અધુવ સત્તા રૂપે ગણાય છે.
બાકીની ધ્રુવ સત્તા રૂપે રહેલી પ્રકૃતિઓ જે જે ગુણસ્થાનકે સત્તામાંથી વિચ્છેદ ન થાય ત્યાં સુધી રહે છે. તેથી તે ધ્રુવ સત્તા કહેવાય છે.