________________
કર્મગ્રંથ-૨ વિવેચન જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૪ ૧ ૦ ૦ ૧ ૧ ૫ = ૧૭ વેદનીય ૧ = શાતા વેદનીય નામ - ૧ = યશનામ કર્મ ગોત્ર - ૧ = ઉચ્ચગોત્ર
દશમાના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-નામ-ગોત્ર-અંતરાય
૪ ૧ ૧ ૫ = ૧૬ અગ્યાર – બાર - અને તેર આ ત્રણ ગુણસ્થાનકે એક પ્રકૃતિ બંધાય. વેદનીય - ૧ = શાતા વેદનીય તેરમાના અંતે અંત થતાં ચૌદમા અયોગિકેવલી ગુણસ્થાનકે જીવ અબંધક થાય
અગ્યારથી તેર ગુણસ્થાનકમાં એક યોગનો આશ્રવ હોવાથી એક પ્રકૃતિનો બંધ જણાવેલ છે. પણ ત્યાં કષાય ન હોવાથી તેમાં સ્થિતિ અને રસ બંધ થતા નથી. તેથી આ બંધને જ્ઞાનીભગવંતોએ ઈર્યાપથિકી બંધ ગણાવેલ છે. ચૌદમાં ગુણસ્થાનકે યોગ ન હોવાથી ત્યાં એકપણ પ્રકૃતિનો બંધ હોતો નથી.
બંધ પ્રવૃતિઓનું વર્ણન સમામ.
ઉદય પ્રવૃતિઓનું વર્ણન ઉદયની વ્યાખ્યા = બંધાયેલા કર્મ દલિકોનો જે રીતે રસ બાંધેલ હોય તે રીતે તે રસના દલિકોને ઉદયાવલિકામાં લાવીને ભોગવવા અથાત્ વિપાક અનુભવવો તે ઉદય કહેવાય છે.
ઉદયમાં ૧૨૨ પ્રકૃતિઓ હોય છે. ઉદય પ્રકૃતિઓનાં નિયમો
૧. જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અંતરાયની ૫ આ ૧૪નો ઉદય ૧ થી ૧રમાં ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે.
૨. નિદ્રા અને પ્રચલા આ બેનો ઉદય ૧ થી ૧૨માં ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી હોય.