________________
કર્મગ્રંથ-૨ વિવેચન જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય
૫ ૪ ૫ = ૧૪ નો અંત થાય છે. નામ - ૧ = જિનનામ દાખલ થાય છે. તેરમે ગુણસ્થાનકે ૩૯ ઉદીરણામાં હોય છે. નામ ૩૮ - ગોત્ર ૧ =૩૯ નામ - ૩૮ = પિંડ પ્રકૃતિ ૧૯ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૩.
તેરમાના અંતે ૩૯ પ્રકૃતિઓનો અંત થતાં ચૌદમાં ગુણસ્થાનકે ઉદીરણામાં એક પણ પ્રકૃતિન હોવાથી જીવ અણુદીરગ કહેવાય છે.
ઉદીરણા વર્ણન સમાપ્ત.
સત્તા પ્રકૃતિઓનું વર્ણન સત્તાની વ્યાખ્યા :- બંધાયેલા કમોં આત્માની સાથે કેટલા કાળ સુધી રહેશે એટલે કે આત્માની સાથે કર્મ જે રહેલા છે. તે સત્તા કહેવાય છે.
સત્તામાં ૧૪૮ પ્રકૃતિઓ હોય છે. સત્તા પ્રકૃતિઓનાં નિયમો
૧. જ્ઞાનાવરણીય ૫ - દર્શનાવરણીય ૪ - અંતરાય ૫ આ ૧૪ પ્રકૃતિઓ ૧ થી ૧૨ માં ગુણસ્થાનકના અંત સુધી સત્તામાં હોય છે.
૨. નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિ ૧ થી ૧૨ માગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી સત્તામાં હોય છે. - ૩. નિદ્રા નિદ્રા- પ્રચલી પ્રચલા-થીણધ્ધી આ ત્રણ પ્રકૃતિ ક્ષપક જીવ આશ્રયી ૧ થી ૯ મા ગુણાસ્થાનકના પહેલા ભાગ સુધી અને ઉપશમ જીવ આશ્રયી ૧ થી ૧૧માં ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૪. શાતા વેદનીય - ૧ થી ૧૪માં ગુણસ્થાનકના અંત સુધી સત્તામાં હોય છે. ૫. અશાતા વેદનીય - ૧ થી ૧૪મા ગુણસ્થાનકના અંત સુધી સત્તામાં હોય છે.
૬. બે વેદનીયની સત્તા ૧ થી ચૌદમાગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી હોય છે.
૭. ઉચ્ચગોત્ર ૧ થી ૧૪માં ગુણસ્થાનકના અંત સુધી સત્તામાં હોય છે. ૮. નીચગોત્ર ૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી સત્તામાં હોય છે.