________________
કર્મગ્રંથ-૨ વિવેચન
ઉદીરણા પ્રકૃતિઓનું વર્ણન. ઉદીરણાની વ્યાખ્યા :- જીવોને બંધાયેલા કર્મો જેવા રસે બંધાયેલા હોય તેવા રસે ઉદયમાં જયારે આવવાના હોય તેને બદલે પુરૂષાર્થ વડે બલાત્કારે ખેંચીને વહેલા ઉદયમાં લાવીને એટલેકે ઉદયાવલિકામાં લાવીને ભોગવવા તે ઉદીરણા કહેવાય.
ઉદીરણા પ્રકૃતિનાં નિયમો -
૧. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય ૪, અંતરાય ૫ આ ૧૪ પ્રકૃતિઓની ઉદીરણા ૧થી ૧૨માં ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે.
૨. નિદ્રા – પ્રચલા આ બે પ્રકૃતિઓની ઉદીરણા ૧થી૧રમાં ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી હોય છે.
૩. નિદ્રા નિદ્રા - પ્રચલા પ્રચલા -થીણધી આ ત્રણ પ્રકૃતિઓની ઉદીરણા ૧થી૬ ગુણસ્થાનક સુધી હોય છે.
૪. વેદનીય બે પ્રકૃતિઓ ૧થી૬ ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૫. ઉચ્ચગોત્રની ઉદીરણા ૧થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. ૬. નીચગોત્રની ઉદીરણા ૧થી ૫ ગુણસ્થાનક સુધી હોય છે. ૭. નરકાયુષ્ય-દેવાયુષ્યની ઉદીરણા ૧થી૪ ગુણસ્થાનક સુધી હોય છે. ૮. તિર્યંચાયુષ્યની ઉદીરણા ૧થી ૫ ગુણસ્થાનક સુધી હોય છે. ૯. મનુષ્યાયુષ્યની ઉદીરણા ૧થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે. ૧૦. મિથ્યાત્વ મોહનીયની ઉદીરણા પહેલા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૧. મિશ્રમોહનીયની ઉદીરણા માત્ર ત્રીજે ગુણસ્થાનકે જ હોય છે. ૧૨. સમ્યકત્વ મોહનીયની ઉદીરણા ૪થી ૭ ગુણસ્થાનક સુધી હોય છે. ૧૩. અનંતાનુબંધિ૪ કષાયની ઉદીરણા એક અને બે ગુણાસ્થાનક સુધી હોય છે. ૧૪. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયની ઉદીરણા ૧થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. ૧૫. પ્રત્યાખ્યાનીય ૪ કષાયની ઉદીરણા ૧થી ૫ ગુણસ્થાનક સુધી હોય છે. ૧૬. હાસ્યાદિ ૬ ની ઉદીરણા ૧થી ૮ ગુણાસ્થાનક સુધી હોય છે.
૧૭. સંજવલન પહેલા ૩ કષાય - ૩ વેદની ઉદીરણ ૧ થી ૮ ગુણસ્થાનક સુધી હોય છે.
૧૮. સંજવલન લોભ ની ઉદીરણા ૧થી ૧૦ ગુણાસ્થાનક સુધી હોય છે.