________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૭૧ ૨૭. આહારક શરીર-આહારક અંગોપાંગ માત્ર છા ગુણસ્થાનક કે જે ઉદયમાં હોય છે.
૨૮. છેલ્લા ત્રણ સંઘયાગ ૧ થી ૩ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. ર૯, બીજું - ત્રીજું સંઘયાણ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
૩૦. ઔદારિકશરીર - તૈજસશરીર - કાર્મણશરીર - ઔદારિક અંગોપાંગ - ૧લું સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - બે વિહાયોગતિ આ ૧૭. ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
૩૧. મનુષ્યગતિ - પંચેન્દ્રિય જાતિ આ બે - ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
૩ર. આપ પહેલા ગુણસ્થાનકે ઉદયમાં હોય છે. ૩૩. ઉદ્યોત ૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. ૩૪. જિનનામ – ૧૩ અને ૧૪મે ગુણસ્થાનકે ઉદયમાં હોય છે.
૩૫. પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ અને ઉપઘાત ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
૩૬. ત્રસ – બાદર - પર્યાપ્ત - સુભગ - આદેય અને યશ આ છ ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
૩૭. પ્રત્યેક - સ્થિર - શુભ - સુસ્વર આ ચાર ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય.
૩૮. સુક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ આ ત્રણ પહેલા ગુણસ્થાનકે ઉદયમાં હોય છે. ૩૯. સ્થાવર ૧ અને ૨ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. ૪૦. દુર્ભગ-અનાદય-અયશ ૧ થી ૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. ૪૧. અસ્થિર-અશુભ-દુસ્વર ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
ઓઘે ઉદયમાં ૧૨૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૯ ૨ ૨૮ ૪ ૬૭ ૨ ૫ = ૧૨૨ મોહનીય - ૨૮ = ૩ દર્શન મોહનીય - ૧૬ કષાય-હાસ્યાદિ ૬ - ૩ વેદ નામ - ૬૭ = પિંડ પ્રકૃતિ - ૩૯, પ્રત્યેક - ૮, ત્રસ – ૧૦, સ્થાવર - ૧૦.