________________
૬૩
કર્મગ્રંથ-૨ વિવેચન
ત્રીજાને અંતે કોઈપણ પ્રકૃતિનો અંત થતો નથી કારણ કે તે અપ્રત્યાખ્યાનીય અવિરતિ કષાયના ઉદયથી બંધાતી પ્રકૃતિઓ છે. ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય રહેલો છે. તેથી ત્યાં પણ તે જ પ્રકૃતિઓ બંધમાં ચાલુ રહે છે. માટે અંત થતો નથી. - તથા ચોથા ગુણસ્થાનકે જીવને આયુષ્ય બંધના મધ્યમ પરિણામ પ્રાપ્ત થતાં હોવાથી બે આયુષ્ય બંધમાં દાખલ થઈ શકે છે. અને ચોથા ગુણસ્થાનકથી જીવને સમ્યકત્વ પ્રાપ્ત થતું હોવાથી સમ્યકત્વ ગુગથી બંધાય એવી એક જિનનામ પ્રકૃતિ હોવાથી તે પણ દાખલ થાય છે આ કારણથી ચોથા અવિરતિ સમ્યફદષ્ટિ ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૬ ૨ ૧ ૨ ૩૭ ૧ ૫ = ૭૭ મોહનીય - ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય - હાસ્યાદિ - ૬ -પુરૂષદ. નામ ૩૭ = પિંડ પ્રકૃતિ ૧૮ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૩ = ૩૭
પિંડ પ્રકૃતિ ૧૮ = મનુષ્ય ગતિ - દેવગતિ - પંચેન્દ્રિય જાતિ - ઔદારિક શરીર-વૈકિયશરીર-તૈજસશરીર - કામણશરીર - ઔદારિક અંગોપાંગ-વૈકિયઅંગોપાંગ - પહેલું સંઘયણ - પહેલું સંસ્થાન - ૪ વર્ણાદિ-મનુષ્યાનુપૂર્વી-દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ.
પ્રત્યેક – ૬ = પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - જિનનામ - ઉપધાત સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ
આ ચોથું ગુણસ્થાનક સન્ની ચારે ગતિનાં જીવોને હોય છે. તેથી સમસ્ત જીવોની અપેક્ષાએ અત્રે પ્રકૃતિઓનો બંધ જણાવેલ છે. મનુષ્ય અને તિર્યંચો નિયમા દેવગતિને યોગ્ય બંધ કરે છે. નારકી અને દેવતાઓ નિયમાં મનુષ્યને યોગ્ય બંધ કરે છે. તેથી અત્રે બન્નેની અપેક્ષાએ આ ગુણસ્થાનકે બંધ જણાવેલ છે.
ચોથા ગુણસ્થાનકના અંતે દશ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય ૪ - આયુષ્ય ૧ - નામ - ૫. મોહનીય - ૪ = અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્ય.
નામ - ૫ = પિંડ પ્રકૃતિ ૫ = મનુષ્યગતિ-ઔદારિકશરીર-ઔદારિકસંગોપાંગ • ૧લું સંઘયણ - મનુષ્યાનુપૂર્વી.