Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 66
________________ કર્મગ્રંથ-૨ વિવેચન ૬૧ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ - આયુષ્ય ૧ - નામ - ૧૩ = ૧૬. મોહનીય . ૨ = મિથ્યાત્વ મોહનીય - નપુંસકવેદ. આયુષ્ય - ૧ = નરકાયુષ્ય નામ - ૧૩ = પિંડ પ્રકૃતિ ૮ - પ્રત્યેક ૧ - ત્રસ ૦ - સ્થાવર ૪. પિંડ પ્રકૃતિ ૮ = નરકગતિ - એકેન્દ્રિયાદિ ૪ જાતિ - છેવટું સંઘયણ - હંડક સંસ્થાન - નરકાનુપૂર્વી. પ્રત્યેક - ૧ = આતપ. સ્થાવર ૪ = સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણ. આ સોળ પ્રકૃતિઓ જયારે જીવોને મિથ્યાત્વનો ઉદય હોય ત્યારે જ બાંધવા યોગ્ય હોય છે. એટલે કે જયારે જીવને મિથ્યાત્વનો ઉદય હોય ત્યારે તેનાથી આ સોળમાંથી કોઈ ને કોઈ પ્રકૃતિઓ બંધાયા જ કરે છે. જયારે મિથ્યાત્વનો ઉદય ન હોય ત્યારે આ સોળમાંથી એક પણ બંધાતી ન હોવાથી, તેમજ બીજા આદિ ગુણસ્થાનકમાં મિથ્યાત્વનો ઉદય હોતો નથી તેથી પહેલા ગુણસ્થાનકના અંતે આ પ્રકૃતિઓનો અંત થાય છે. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવાણી-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય. ૯ ૨ ૨૪ ૩ ૫૧ ૨ ૫ = ૧૦૧ મોહનીય ૨૪ = અનંતાનુબંધી આદિ ૧૬ કષાય - હાસ્યાદિ ૬ - પુરૂષદ સ્ત્રીવેદ. આયુષ્ય- ૩ = તિર્યંચાયુષ્ય-મનુષ્પાયુષ્ય-દેવાયુષ્ય નામ - ૫૧ = પિંડ પ્રકૃતિ ૨૯ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૬ = ૫૧ પિંડ પ્રકૃતિ ર૯ = તિર્યંચગતિ - મનુષ્યગતિ - દેવગતિ - પંચેન્દ્રિય જાતિ - ઔદારિકશરીર - વૈકિયશરીર - તૈજસશરીર - કામણશરીર - ઔદારિક - વૈકિય અંગો પાંગ-પહેલા પાંચ સંઘયણ - પહેલા પાંચ સંસ્થાન - ૪વર્ણાદિ તિર્યંચાનુપૂર્વીમનુષ્યાનુપૂર્વી- દેવાનુપૂર્વી - ૨ વિહાયોગતિ. પ્રત્યેક - ૬ = પરાઘાત - ઉચ્છવાસ - ઉદ્યોત - અગુરુલઘુ - નિર્માણ -ઉપઘાત. સ્થાવર - ૬ = અસ્થિર - અશુભ - દુર્ભગ - દુસ્વર – અનાદેય - અયશ.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122