________________
૪૨
કર્મગ્રંથ-૨ વિવેચન
ઉપશમઅધ્ધા એટલે કે અંતઃકરણ પૂર્વક થાય છે. સ્થિતિઘાતાદિ પાંચે વાના અનંતાનુબંધીના કરે છે. અનંતાનુબંધીનો ઉદય નહિ હોવાથી નીચેની ૧ આવલિકા રાખીને અંત:કરારના પ્રદેશોને બધ્યમાન સજાતિય પ્રકૃતિમાં સંક્રમીને નાશ કરે છે.
અંતઃકરાગના દલિકોને સંક્રમાવાં સ્થિતિઘાત જેટલો વખત લાગે છે. અંતઃકરણની ક્રિયા શરૂ થાય તેના બીજા સમયથી અંતઃકાગની ઉપરની સ્થિતિ (દ્વિતીય) ગત અનંતાનુબંધીને દલિકોને સમયે સમયે અસંખ્યાતગુણા ઉપશમાવીને અંતરમુહૂર્તમાં સંપૂર્ણ ઉપશમાવે છે એટલે અંતરમુહૂર્ત પ્રમાણ ઉદય સંક્રમણ-ઉદ્વર્તના-અપર્વતનાનિદ્ધતિ- નિકાચના અને ઉદિરાણાને અયોગ્ય કરે છે પ્રદેશોદય પાણ થતો નથી.
આ રીતે ૪ની ઉપશમના કરીને દર્શન મોહનીયની ૩ પ્રકૃત્તિઓની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકમાં કરે છે.
મતાંતરે (શ્રમાણપણામાં જ કરે છે) ત્રાગકરણ કરવાપૂર્વક અંતઃકરણ કરે છે. અંતઃકરાગ નીચેની પહેલી સ્થિતિ- તેમાં મિથ્યાત્વ-મિશ્રમોહનીયના દલિકોને આવલિકા પ્રમાણ કરે છે. અને સમત્વ મોહનીયના દલિકો અંતરમુહૂર્ત પ્રમાણ કરે છે મિથ્યાત્વ- મિશ્રમોહનીયના દલિકો અનુદિત છે અને સમકિત મોહનીય ઉદય પ્રાપ્ત છે.
અંતઃકરાગના ત્રાગે જાતના દલિકોને સમક્તિમાં એટલે પહેલી સ્થિતિમાં નાંખે છે અને પહેલી સ્થિતિના મિથ્યાત્વ-મિશ્રને સિબુક સંક્રમથી સમકિતની ઉદયાવલિકામાં સંક્રમાવે છે અને સમક્તિને વિપાકોદયદ્રારા અનુભવતો સીગ કરે છે અને ઉપશમ સમદ્રષ્ટિ થાય છે.
અંતઃકરાગ ઉપરની જે બે સ્થિતિ છે તેના ત્રાગે પ્રકારના દલિકોને અનંતાનુબંધીની માફક ઉપશમાવે છે. બાકીની વિગત ઉપશમસમકિતની પ્રાપ્તિમાં અપૂર્વકરાગ અને અનિવૃત્તિકરણમાં મિથ્યાત્વને મિશ્ર તથા સમક્તિમાં તથા મિશ્રને સમતિમાં ગુણસંક્રમ થાય છે. ગુણ સંક્રમના અંતવિઘાત સંક્રમવડે તેજ પ્રમાણે સંક્રમ થાય છે.
આ પ્રમાણે દર્શન-ત્રિકની ઉપશમના કરી સંકલેશ અને વિશુદ્ધિ વશથી પ્રમત્તપણાને અને અપ્રમત્તપણાને અનુભવી છેલ્લા સમયનું જે અપ્રમતપણું (૭માં ગુણસ્થાનક સંબંધી) તે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ ઉપશમ કરવા માટેનું યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. પછી તેમા ગુણસ્થાનકને પ્રાપ્ત થાય. આ ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા જીવને ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃત્તિઓ ઉપશમાવવા માટેનું બીજું અપૂર્વકરાણ કહેવાય છે. ત્યારબાદ જીવ ૯માં ગુણસ્થાનકને પામે છે. આ ત્રીજું અનિવૃત્તિકરણ કહેવાય છે. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળમાં સ્થિતિઘાતાદિ પાંચેવાના કરે છે અને