________________
કર્મગ્રંથ-૨ વિવેચના ૧૨માં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી ૭ લવ આયુષ્યના કારણે ૧૩માં ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અંતગડકેવળી થઈને મોક્ષે જઈ શકે છે.
ઉપશમ શ્રેણીમાં ઉત્કૃષ્ટ ૧ સમયે ૫૪ જીવો પ્રવેશ કરી શકે છે. ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટથી સમૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) જીવો હોય છે અને જઘન્યથી કોઈ વખતે એક પણ ન હોય એમ પણ બને છે.
કાર્મગ્રંથકમતના અભિપ્રાયે ૧ ભવમાં ઉપશમ શ્રેણી ૨ વાર પ્રાપ્ત કરી શકાય. જે જીવોએ ૨ વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી હોય તે જીવો તે ભવમાં ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકતા જ નથી. પણ એક વખત ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી હોય અને બીજીવાર ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરવી હોય તો કરી શકે છે.
૪ થી ૭ એમ ૪ ગુણસ્થાનક પૈકીના કોઈપણ ગુણસ્થાનકે વર્તતો જીવ અનંતાનુબંધી ૪ કષાયને ઉપશમાવીને સર્વવિરતી ભાવમાં જ દર્શનત્રિકને ઉપશમાવે છે. સિદ્ધાંતકારના અભિપ્રાયે જે જીવોએ એ ભવમાં ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી હોય તે જીવો એ ભવમાં બીજીવાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકતા નથી તેમજ ક્ષપકશ્રેણી પણ પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે એક ભવમાં બેમાંથી કોઈપણ એક જ શ્રેણી પ્રાપ્ત થઈ શકે. ઉપશમશ્રેણીના પ્રારંભક જીવ ૭માં ગુણસ્થાનકથી હોય છે. બન્ને આચાર્યોના મતે આખા ભવચક્રમાં ૪ વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત થઈ શકે. લોકપ્રકાશની ટિપ્પણીમાં ઉપશમશ્રેણી ચડતો કે પડતો કાળ કરે તો અનુત્તરમાં જ જાય એમ કહ્યું છે ગુણસ્થાનક મારોહમાં ઉપશમણીએ ચડતો મુની જો કાળ કરે તો અનુત્તરમાં જ જાય એમ કહ્યું છે.
અલ્પ આયુષ્યવાળો ઉપશમણીએ ચડેલો કાળધર્મ પામે તો અનુત્તરમાં જ જાય એટલે સર્વાર્થસિધ્ધ આદિ દેવોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ જે પ્રથમ સંઘયણવાળો હોય તે જ જાણવો. કારણ કે બીજા ત્રીજા સંઘયણવાળા અનુત્તરમાં જઈ શકતા નથી માટે તેઓ કાળ કરીને અનુત્તર સિવાયના વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
ઉપશમ શ્રેણીમાં નીચેના કમ મુજબ મોહનીય કર્મની પ્રવૃત્તિઓની ઉપશમના કરે છે. (૧) અનંતાનુબંધી ૪ કષાય (૨) ત્રણ દર્શન મોહનીય (૩) નપુંસકવેદ (૪) સ્ત્રીવેદ (૫) હાસ્યષર્ક (૬) પુરૂષદ (૭) અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાની કોઈ (૮) સંજવલન કોધ (૯) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માન (૧૦) સંજવલન માન (૧૧) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયા (૧૨) સંજવલન માયા (૧૩) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લોભ (૧૪) સંજવલન લોભ.