________________
કર્મગ્રંથ-૨ વિવેચન
ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ ક્ષયોપશમ સમકિતી જીવો જ કરે છે.
૧. મનુષ્યગતિ, પંચેન્દ્રિયની પૂર્ણતા, આઠ વર્ષ ઉપરની ઊંમર, પહેલું સંઘયણ તથા જિનનો કાળ-ક્ષાયિક સમકિત પામવા માટે જોઈએ.
૨. જે જીવોએ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધેલ હોય તે ક્ષાયિક સમકિત પામવાની યોગ્યતા ધરાવે.
૫૭
૩. નરક-દેવાયુષ્ય બાંધેલ હોય તે પણ પામી શકે.
૪. ક્ષાયિક સમકિત પામતાં અનંતાનુબંધિ ૪ કષાય-મિથ્યાત્વ-મિશ્ર મોહનીયનો ક્ષય કર્યા બાદ સમ્યક્ત્વ મોહનીયનો ક્ષય કરતાં કરતાં મરણ પામે તો ચારે ગતિમાં ઉત્પન્ન થઈ શકે. ત્યાં સમ્યક્ત્વ મોહનીયના દલિકોને ભોગવી ક્ષય કરે ત્યારે ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી શકે છે.
ક્ષાયિક સમકિતી જીવોનાં ત્રણ ભવ અથવા ચાર ભવ સંસારના હોય મતાંતરે પાંચ ભવ પણ હોય છે.
ક્ષાયિક સમકિત લઈને જીવ ત્રણ નરક સુધી જઈ શકે છે.
આયુષ્ય સબંધક જીવ ક્ષાયિકસમકિત પ્રાપ્ત કરે અને જિનનામ કર્મ નિકાચીત કરેલ ન હોય તો ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પામી મોક્ષે જ જાય છે.
ચૌદગુણસ્થાનક વર્ણન સમાપ્ત