________________
કર્મગ્રંથ-૨ વિવેચન ત્યારબાદ કેવળજ્ઞાનાવરણીય સિવાયની જ્ઞાનાવરણીય પ્રકૃત્તિ, કેવળ દર્શનાવરણીય સિવાયની દર્શનાવરણીયની ૩ પ્રકૃત્તિ અને અંતરાયની પાંચ પ્રકૃત્તિઓ એમ ૧૨ પ્રવૃત્તિઓનો ૧ સ્થાનીય રસબંધ કરે છે. આ પ્રવૃત્તિઓનો રસ સર્વઘાતી કરે છે પણ શ્રીએ ચડેલા જીવો દેશઘાતી રૂપે બાંધે છે.
ત્યારબાદ હજારો સ્થિતિઘાત કર્યા પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યારપછી હાસ્યાદિક ૬ અને પુરૂષદની સાથે ઉપશમના શરૂ કરીને કમસર ઉપશમાવે છે. પછી ક્રોધ-માન-માયા અને બાદર લોભને ઉપશમાવે છે.
બાદરલોભને ઉપશમાવતાં ઉપશમાવતાં લોભવેદન કાળના ત્રણ ભાગ કરે છે. (૧) અશ્વકરણ અદ્ધા એટલે કે આમાં અપૂર્વ સ્પર્ધકો કરે છે અને અત્યંત હિનરસવાળા બનાવે છે. (૨) કિટ્ટીકરણ અધ્ધા : આમાં પ્રવેશ કરીને કિટ્ટી કરે છે અને અત્યંત હીન રસ કરે છે તથા વર્ગગાઓમાં મોટું અંતર પાડે છે એટલે રસગુઓ ૧-૧ કમથી વધતા હોય તેમ ન કરતાં રસાગુઓ સંબંધી મોટું અંતર પાડે છે.
આ બે ભાગ માં ગુણસ્થાનકે હોય છે. આ બે ભાગનો કાળ પૂર્ણ થયે ૮મું ગુણસ્થાનક સમાપ્ત થાય છે ત્યારે કિટ્ટીરૂપ લોભ ઉપશમાવ્યા વગરનો રહે છે અને જીવ ૧૦માં સુમસં૫રાયગાગસ્થાનક ને પ્રાપ્ત કરે છે. (૩) કિટ્ટી વેદન-અધ્યા : જે કિટ્ટીઓ બનાવેલી છે એના હજારોવાર અનંતા અનંતા ટુકડા કરીને વેદે છે અનુભવે છે અને દેશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે ઉપશમાવે છે. આ ઉપશમ થતો હોય ત્યારે ઘાતી કર્મનો બંધ એટલે જ્ઞાન-દર્શન અંતરાય કર્મનો બંધ ૧ અંતરમુહૂર્તનો થાય છે. વેદનીય કર્મનો ૨૪મૂહૂર્તનો થાય છે. નામ તથા ગોત્ર કર્મનો ૧૬ મૂહૂર્તનો થાય છે.
ત્યાર પછી જીવ ૧૧માં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. અહિં મોહનીયકર્મની બધી પ્રવૃત્તિઓ શાંત થાય છે. જેના કારણે સંક્રમણ ઉદ્દવર્તના, અપવર્તના, ઉદીરણા, નિદ્ધત, નિકાચના તથા ઉદયપ્રવર્તના નથી પાગ ફક્ત દર્શનત્રીકમાં મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનું સંક્રમણ અને અપવર્તન ચાલુ હોય છે.
જો કાળ ન કરે તો ૧૧મું ગુણસ્થાનક પૂર્ણ થયે જે કમથી જીવ ચડ્યો છે તેજ કમથી નિયમાં પાછો ફરે છે એ પડતાં પડતાં છઠે-પમે-૪થે ગુણસ્થાનકે પાગ અટકી શકે છે અને જો કદાચ ન અટકે તો પડતો પડતો રજો ગુણસ્થાનકે જઈને નિયમાં પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
કોઈક જીવ ૭ લવ આયુષ્ય બાકી રહે ત્યારે અધૂરી શ્રેણીએ પાછો ફરી કમર પડતો ૭મે આવી ફરીથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરીને મોહનીય કર્મનો સર્વથા નાશ કરી