________________
૪૦
કર્મગ્રંથ-૨ વિવેચન પંચસંગ્રહની વૃત્તિમાં કહેલું છે કે જેટલા પ્રદેશોને અવગાહીને રહેલો છે તેટલા જ પ્રદેશોને ઉર્ધ્વ જતો અવગાહતો જાય છે.
લોકપ્રકાશમાં, જીવ જે સમયે કર્મથી મૂકાય છે એજ સમયે લોકોને પહોંચે છે તેમ કહેલ છે. તત્વ કેવળી ગમ્ય.
ગુણસ્થાનક કમારોહમાં તો ૧૪માં ગુણસ્થાનકે પણ સુક્ષ્મ કાયયોગ માન્યો છે. ૧૪મે શુકલધ્યાનનો ૪થો પાયો ધ્યાતો છતો કાળથી ૫ છુસ્વાર પ્રમાણના ઉચ્ચાર જેટલા કાળ પ્રમાણવાળા શૈલેશીકરણમાં જાય અને અનુક્રમે મોક્ષ પામે છે. શૈલેશ એટલે મેરૂ જેવી નિશ્ચલ અવસ્થા તે શૈલેશીકરણ-શીલ એટલે સંવર ભાવ એથી થતું ચારિત્ર તે શૈલ. તેનો ઈશ તે શૈલેશ. એટલે કે સર્વ સંવરભાવ અબાધકદશાનું યશા ખ્યાત ચારિત્ર તે શૈલેશ કહેવાય છે. અથવા અપ્રામનું પ્રાપ્ત કરવું તે શૈલેશ કહેવાય છે. ૧૪ ગુણસ્થાનકના કાળમાનનું વર્ણન : (૧) પહેલા ગુણસ્થાનકનો કાળ ૪ વિકલ્પથી હોય છે. (૧) અનાદિઅનંત (૨) અનાદિસાંત (૩) સાદિ અનંત (૪) સાદિસાંત (૨) બીજા ગુણસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાનો હોય છે. (૩) ત્રીજા ગુણસ્થાનકનો કાળ જાન્યથી અને ઉત્કૃષ્ટથી ૧ અંતમુહૂર્ત હોય છે. (૪) ચોથા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ અંતરમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી મનુષ્યભવ અધિક ૩૩ સાગરોપમ હોય છે.
(૫) પાંચમા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડ વર્ષ (૮ વરસ ન્યુન) હોય છે.
(૬) છઠ્ઠા ગુણસ્થાનકનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ ૧ અંતરમુહૂર્ત મતાંતરે દેશોન પૂર્વકોડવર્ષ એટલે કે છઠે ગુણસ્થાનકે ૧ અંતરમુહુર્ત રહે પછી સાતમે જાય પાછો છઠે આવે અને પછી સાતમે જાય આમ દેશોનપૂર્વકોડ વર્ષ સુધી ચાલ્યા કરે છે. (૭) ૭માં ગુણસ્થાનકનો સમય જઘન્ય તથા ઉત્કૃષ્ટથી ૧ અંતરમુહૂર્ત હોય છે.
(૮) ૮ થી ૧૧ ગુણસ્થાનકનો કાળ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧ અંતરમુહૂર્ત હોય છે.
(૯) ૧૨ માં ગુણસ્થાનકનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧ અંતરમુહૂર્તનો હોય છે.