________________
૩૮
કર્મગ્રંથ-૨ વિવેચન આયોજિકાકરાણ કહેવાય છે. કેટલાક આ કરારને આવર્જિતકરાર કહે છે અને કેટલાક અવશ્ય કરાગ પણ કહે છે.
આ કરાર કર્યા બાદ આયુષ્ય કરતાં વેદનીય નામ અને ગોત્ર આ ત્રણ કમની સિથતિ વધારે હોય તો તેને સરખી કરવા કેવળીસમુઘાત કરે છે. આ સમુઘાત ૮ સમયનો હોય છે. વેદનીય-નામ-ગોત્ર કમની સ્થિતિઘાતદ્વારા, રસઘાત દ્વારા ઘાણી સ્થિતિ ખપાવીને બાકીની આયુષ્યકર્મ જેટલી સ્થિતિ સરખી કરે છે, જેને વેદનીય આદિની સ્થિતિ વધુ હોતી નથી તેઓ કેવળી સમુદ્રઘાત કરતા નથી.
જે કેવળી ભગવંતોને ૬ માસથી અધિક આયુષ્ય બાકી હોય તે નિયમા કેવળી સમુઘાત કરે છે. પણ જે કેવળી ભગવંતોને ૬ માસથી ઓછું આયુષ્ય હોય તેઓ કેવળી સમુઘાત કરે પાગ ખરા અથવા ન પાગ કરે ત્યારબાદ યોગ નિરોધ કરે છે.
યોગ નિરોધનું સ્વરૂપ : બાદરકા, યોગથી બાદર યોગોનો રોધ કર્યા પછી સુક્ષ્મથી સુક્ષ્મનો રોધ કરે છે. આમાં વિર્યાણુનાં સ્થિતિઘાત રસધાત આદિ સ્પર્ધકો તેમજ અપૂર્વ સ્પર્ધકો તેમજ કિટી વગેરે કરીને યોગ નિરોધ કરે છે. છેવટે સુક્ષ્મકાયયોગની ક્રિયાને કરતો સુક્ષ્મ કિયા અપ્રતિપાતિ નામના શુકલધ્યાનના ત્રીજા પાયા પર આરૂઢ થાય છે. આ બાનના બળથી વદન-ઉદર-આદિનો પોલાણભાગ આત્મપ્રદેશો વડે પૂરાઈ જાય છે. પોલા ભાગ પુરાઈ જવાથી અવગાહનાની હાનિ થઈ ને ૨/૩ ભાગમાં આત્મપ્રદેશો રહ્યા હોય તેવો થાય છે. પછી સુક્ષ્મ વચન અને મનોયોગનો પાગ રોધ કરે છે. ત્યારબાદ કિટ્ટીરૂપ સુક્ષ્મકાય યોગ જ હોય છે. તેનો રોધ કરતાં સર્વ પર્યાયઅનુગત સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાત્તી ધ્યાન (શુકલધ્યાનનો ૩જો પાયો)માં આરૂઢ થયેલો સમયે સમયે કિટ્ટીઓરૂપ સુક્ષ્મ કાયયોગનો વિરોધ કરતાં ચરમ સમય પર્યત આવે છે અને અહિં જે કમની સ્થિતિ હોય છે તે ૧૪ માં ગુણસ્થાનક જેટલી કરે છે. ત્યાં શુકલધ્યાનનો ૩ને પાયો કિટ્ટીઓ-શાતાનો બંધ-નામ અને ગોત્રની ઉદીરાગા-યોગ-શુકુલલેશ્યા-સ્થિતિઘાત અને રસઘાત આ સાતવાના એક સાથે નાશ પામે છે.
કેવળી સમુઘાત પછી શુકલધ્યાનનો ૩જો પાયો પણ હોય છે તે પહેલા ધ્યાનાંતરીય દશા હોય છે અને જે કેવળી ભગવંતો કેવળી સમુદ્રઘાત કરતા નથી તેઓને આયોજીકાકરણ પછી ૩જો પાયો હોય છે.
ઉપર કહેલા ૭ વાના નાશ પામતા જીવ અયોગી કેવળી નામના ૧૪મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.