________________
૩૬
કર્મગ્રંથ-૨ વિવેચન આ પ્રવૃત્તિઓની ઉપશમના કે સપના કરવા માટે પૂર્વ તૈયારી કરતા હોય છે તેના કારણે આ બીજું અપૂર્વકરણ નામનું કરાણ કહેવાય છે તેના કારણે કોઈપણ પ્રવૃત્તિઓનો ઉપશમ કે ક્ષય કરી શકતો નથી. માત્ર કમબદ્ધ ગોવાણ કરે છે. (૯) અનિવૃત્તિકરણ અથવા બાદરસુક્ષ્મસંપરાય :
આ ગુણસ્થાનકમાં ૮માં ગુણસ્થાનકની જેમ અપૂર્વ સ્થિતિઘાત આદિ પાંચેવાના હોય છે તથા આ ગુણસ્થાનકને વિષે એક જ સમયે ચડેલા ત્રિકાળવાર્તા જીવોના અધ્યવસાયમાં કોઈપણ જાતની તરતમતા હોતી નથી. એક સરખી જ વિશુદ્ધિ હોય છે. આના કારણે અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેવાય છે. તેમજ ૧૦માં ગુણસ્થાનકે કિટ્ટીરૂપ સુક્ષ્મ લોભનો ઉદય હોય છે. તેની અપેક્ષાએ અત્રે કવાયનો ઉદય સ્થૂળ હોવાથી બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે.
આ ગામસ્થાનકના જેટલા સમયો હોય છે તેટલા જ અધ્યવસાય સ્થાનકો હોય છે તથા પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તર ઉત્તર સભ્યોમાં અનંતગણ અનંતગણ વિશુદ્ધિ હોય છે. તથા આ ગુણસ્થાનકમાં ક્ષપકડ્યોગીવાળા જીવો ચારિત્રમોહનીયની ૨૧ પ્રવૃત્તિઓમાંથી ૨૦ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. અને ઉપશમશ્રેણીવાળા જીવો ૨૦ પ્રકૃતિઓનો ઉપશમ કરે છે. (૧૦) સુક્ષ્મ સંપરાય ગુણસ્થાનક : ૯માં ગુણસ્થાનકે બાદરલોભ કવાયના બે ભાગ (અશ્વકરણઅધ્ધા, કિટ્ટીકરાગા ) હોય છે ત્યારબાદ જે સુક્ષ્મ લોભ કહેલો છે તેનો છેલ્લો ભાગ કિટ્ટીવેદનઅદ્ધારૂપ આ ગુણસ્થાનકે ઉદયમાં હોય છે.
ક્ષપકશ્રેણીવાળા જીવો કિટ્ટીનું વેદન કરતાં કરતાં સંજવલન લોભનો નાશ કરે છે અને ઉપશમાગીવાળા જીવો તેને ઉપશમાવવા પ્રયત્ન કરે છે. | કિટ્ટીવેદનઅધ્યામાં લોભનો નાશ કરવા માટે હજારોવાર કિટ્ટીઓ બનાવી બનાવીને લય કરે છે. (૧૧) ઉપશાંત મોહ-છ દસ્થ વિતરાગ ગુણસ્થાનક :
આ ગુણસ્થાનકે મોહનીય કર્મની સર્વ પ્રકૃત્તિનો સર્વથા ઉપશમ જ હોય છે. એટલે કે સત્તામાં રહેલી હોય પણ તેને વિપાક તથા પ્રદેશોદય માટે અયોગ્ય કરેલી છે. ઉપશમ સમકિતી જીવો ઉપશમશ્રેણી પ્રાપ્ત કરીને આ ગાગસ્થાનકે આવે ત્યારે મોહનીય કર્મની ૨૮ અથવા ૨૪ પ્રકૃત્તિની સત્તા હોય છે. ક્ષાયિક સમકિતિ જીવ ઉપશમ શ્રેણી શરૂ કરીને આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તો એને સત્તામાં ૨૧ પ્રકૃત્તિઓ