________________
૨૬
કર્મગ્રંથ-૨ વિવેચન
દેશ વિરતિ ગુણસ્થાન-: ૪થા ગુણસ્થાનકે રહેલા જીવોને સાતે કર્મોની અંત:કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા હોય છે. તેમાંથી સંખ્યાતા પલ્યોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ પેદા થાય છે.
અપ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમને માટે યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ બેકરણો વડે ક્ષયોપશમ કરી દેશવિરતિના પરિણામને પામે.
આ ગુણસ્થાનક સ્થૂળ સાવધ વ્યાપારના ત્યાગરૂપ છે, સર્વસાવદ્ય યોગનો વ્યાપાર સર્વથા ત્યાગ થાય તો મોક્ષ આપનારા બને છે એમ જાણવા છતાં પણ પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી સર્વવિરતિને ગ્રહણ કરી શકતો નથી.
૧
કોઈપણ ૧ સાવદ્ય વ્યાપારનું પચ્ચકખાણ કરે તે ૧ વિરત જઘન્ય દેશવિરતિધર કહેવાય છે. અને ઉત્કૃષ્ટથી ૧૨ વ્રત (સંપૂર્ણ) ધારી સર્વસાવઘનું પચ્ચકખાણ કર્યું હોય પણ અનુમતિ માત્ર ઘરમાં જવા આવવાનું સેવન કરતો હોય તે ઉત્કૃષ્ટ દેશવિરતિધર કહેવાય છે.
શ્રાવક એટલે જે પદાર્થોના ચિંતવનથી તત્વની શ્રદ્ધા દ્રઢ કરે છે. હંમેશાં સુપાત્રમાં ધનને વાવે છે. અને સુસાધુઓની સેવાથી પાપને વિખેરે છે તે શ્રાવક કહેવાય છે.
ભાવ શ્રાવકના મુખ્ય છ લક્ષણો કહ્યાં છે.
(૧) કૃતવર્મા-વ્રતધારી (૨) શીલવંત - સદાચારી (૩) ગુણવંત-ગુણી (૪) ઋજુ વ્યવહારી - કપટ રહિત (૫) ગુરૂશ્રુક્ષુષક - ગુરૂસેવાકારી (૬) પ્રવચનકુશળ - સિદ્ધાંત સમજવામાં કુશળ.
શ્રાવકે કરવા યોગ્ય ધર્મકૃત્યો ૭ કહ્યાં છે.
(૧) ચૈત્ય કરાવવું (૨) જિન પ્રતિમા ભરાવવી (૩) પ્રતિષ્ઠા કરાવવી (૪) પુત્રાદિકને દીક્ષા અપાવવી (૫) ગુરૂની આચાર્યપદ વિગેરે પદે સ્થાપના કરાવવી (૬) ધર્મગ્રંથો લખવા વાંચવા - વંચાવવા (૭) પૌષધશાળા આદિ કાર્યો કરવા
લખાવવા
કરાવવા
-
-
ગૃહસ્થને સદા કરવાલાયક છ કાર્યો :
(૧) શ્રી વિતરાગ પરમાત્માની શકિતમુજબ પૂજા-ભકિત કરવી.
(૨) ત્રિકરણ શુદ્ધિથી ગુરૂની સેવાભકિત કરવી.
(૩) હંમેશા અમુક સમય સુધી સ્વાધ્યાય કરવો. (૪) મન, વચન, કાયાથી ઈંદ્રિયોનું દમન કરવું.