________________
૩૨
કર્મગ્રંથ-૨ વિવેચન
૧૨ પ્રકારની અવિરતિના નામ : (૧) પૃથ્વીકાય વધ. (૨) અપકાય વધ. (૩) તેઉકાય વધ. (૪) વાયુકાય વધે. (૫) વનસ્પતિકાય વધ. (૬) ત્રસકાય વધ. (૩) સ્પર્શેન્દ્રિયના પોતાના અનુકૂળ વિષયોમાં ઈન્દ્રિયને જોડવી તથા પ્રતિકૂળ વિષયોમાંથી પાછી ખેંચવી.
(૮) રસનેન્દ્રિયના પોતાના અનુકૂળ વિષયોમાં ઈન્દ્રિયને જોડવી તથા પ્રતિકૂળ વિષયોમાંથી પાછી ખેંચવી.
(૯) ઘાનેંદ્રિયના પોતાના અનુકૂળ વિષયોમાં ઇંદ્રિયોને જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી ઈન્દ્રિયો પાછી વાળવી
(૧૦) ચક્ષુ ઈદ્રિયને વિષે - પોતાના અનુકૂળ વિષયોમાં ઇંદ્રિયોને જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી ઇંદ્રિયોને પાછી ખેંચવી.
(૧૧) શ્રોતેંદ્રિયના પોતાના અનુકૂળ વિષયોમાં ઇંદ્રિયોને જોડવી તથા પ્રતિફળ વિષયોમાંથી ઇંદ્રિયોને પછી વાળવી.
(૧૨) મનને પોતપોતાના અનુકૂળ પદાર્થોમાં જોડવું તતા પ્રતિકૂળ પદાર્થોમાંથી પાછું ફેરવવું. તથા પાંચ મહાવ્રત અને છઠું રાત્રિભોજન વિરમણવ્રતનું જીવનપર્યત પાલન હોય
11.
(૧) મહાવત : પોતે હિંસા કરે નહિ - કોઈની પાસે કરાવે નહિ અને કોઈ હિંસા કરતા હોય તેની અનુમોદના કરે નહિ - મન-વચન-કાયાથી જાણવું.
(૨) પોતે જુઠું બોલે નહિં-કોઈની પાસે બોલાવે નહીં અને જે કોઈ જુઠું બોલતો હોય તેની અનુમોદના કરે નહિં - મન-વચન-કાયાથી જાગવું.
(૩) પોતે કોઈપણ પદાર્થની ચોરી કરે નહિ કોઈની પાસે કરાવે નહિ અને જે કોઈ ચોરી કરતા હોય તેની અનુમોદના કરે નહિં - મન-વચન-કાયાથી જાગવું.