________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૨૫
આ ક્ષાયિકસમકિત પ્રાપ્ત કર્યા બાદ જે પરભવનું આયુષ્ય બંધાયેલું હોય તથા જિનનામર્કમની નિકાચના કરેલી હોય, આવા જીવો ચારિત્રમોહનીય કર્મને ખપાવવા માટે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકતા નથી. જે જીવોને આ બંન્ને કારણમાંથી કોઈ કારણ ન હોય તે અવશ્ય ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃત્તિઓને ખપાવવા માટે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે છે.
(૧) જે જીવો અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય કરીને અટકી જાય એટલે કે મોહનીયની ૨૪ની સત્તાવાળો બને તેને ખંડખંડ ક્ષપકશ્રેણીવાળા જીવો કહેવાય છે. (૨) જે જીવો દર્શનસમકનો ક્ષય કરીને ક્ષાયિકસમકિત પ્રાપ્ત કરીને અટકી જાય તે જીવોને ખંડ ક્ષેપકશ્રેણીવાળા જીવો કહેવાય છે.
(૩) જે જીવો સંપૂર્ણ મોહનીયકર્મને ક્ષય કરવા માટે ક્ષ પકશ્રેણી પ્રાપ્ત કરે અને કેવળજ્ઞાન પામે તે જીવોની ક્ષપકશ્રેણી અખંડ કહેવાય છે.
ક્ષાયિક સમકિતી જીવોના વધારેમાં વધારે ત્રણ અથવા ચાર ભવ હોય છે. મતાંતરે પાંચભવ પણ કહેલા છે.
ક્ષાયિક સમકિતીના ૩ ભવ આ રીતે જાણવા :
(૧) ક્ષાયિકસમકિતની પ્રાપ્તિ કરે તે
(૨) દેવતા અથવા નરકમાં જાય તે
(૩) ત્યાંથી મનુષ્યપણામાં આવીને અવશ્ય મોક્ષે જ જાય તે ત્રીજો ભવ
ક્ષાયિક સમકિતીના ૪ ભવ :
(૧) જે ભવમાં ક્ષાયિકસમકિતની પ્રાપ્તિ કરે તે.
(૨) અસંખ્યાતા વર્ષોંના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચનો તે બીજો ભવ.
(૩) ત્યાંથી મરીને નિયમા દેવ થાય.
(૪) ત્યાંથી મનુષ્યમાં આવીને મોક્ષે જાય તે ૪થો ભવ.
મતાંતરે ક્ષાયિકસમકિતીના પાંચ ભવ :
(૧) જે ભવમાં ક્ષાયિકસમકિતની પ્રાપ્તિ થાય તે.
(૨) ત્યાંથી દેવ કે નરકમાં જાય તે.
(૩) ત્યાંથી મરીને પાંચમા આરાના છેડે અર્થાત્ મોક્ષે ન જવાય એવા કાળમાં ઉત્પન્ન થાય તે
(૪) ત્યાંથી દેવમાં જાય તે.
(૫) ત્યાંથી મનુષ્યમાંઆવીને મોક્ષે જાય તે પાંચમો ભવ ગણાય છે.