________________
૨૩
કર્મગ્રંથ-૨ વિવેચના
ક્ષયોપશમ સમકિત ૪ થી ૭ ગુણસ્થાનકે હોય છે. ૪થું અવિરતિ સમદષ્ટિ ગુણસ્થાનકનો કાળ સાધિક ૩૩ સાગરોપમનો હોય છે.
પ્રશ્ન : ક્ષયોપશમ સમકિતનો ૬૬ સાગરોપમકાળ અને અવિરત સમદષ્ટિ ગુણસ્થાનકનો ૩૩ સાગરોપમનો કાળ શી રીતે સમજાય ?
જવાબ : કોઈ ક્ષયોપશમ સમકિતી જીવ પૂર્વકોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય ૪થા ગુણસ્થાનકે રહીને અથવા ૫-૬ કે ૭ માં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધીને અનુત્તરમાં જાય ત્યાંથી સમકિત સાથે મનુષ્ય ભવમાં આવે. આઠ વર્ષ બાદ ૫-૬ કે ૭માં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે તો ક્ષયોપશમ સમકિત ટકે નહિતર અવિરતિ સમદષ્ટિ ગુણસ્થાનકનો સાધિક ૩૩ સાગરોપમ કાળ પૂર્ણ થયે મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. આ કારણથી ક્ષયોપશમ સમકિત ૫-૬ કે ૭ મે રાખી ફરીથી સાધિક ૩૩ સાગરોપમ ૪થે ગુણસ્થાનકે રહે તો ક્ષયોપશમ સમકિતનો ૬૬ સાગરોપમનો કાળ ઘટી શકે છે. ક્ષાયિક સમકિતનું સ્વરૂપ : (૧) ક્ષયોપશમ સમકિતી જીવ અધ્યવસાયની નિર્મળતા કરતો કરતો આગળ વધતો જાય તેજ ક્ષાયિક સમકિત પામવા માટેનો પુરૂષાર્થ કરી શકે છે. (૨) તીર્થકર કે કેવળીના કાળમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય. (૩) ક્ષાયિક સમકિત પામવાની શરૂઆત મનુષ્ય ભવમાં જ થાય તથા પૂર્ણતા પણ મનુષ્ય ભવમાં કરી શકે.
(૪) ક્ષાયિક સમકિતનો પ્રારંભ મનુષ્ય ભવમાં જ કર્યા બાદ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે તે ગતિમાં ગયા બાદ સમકિત મોહનીયના દલિકોને ઉદયમાં ભોગવીને સંપૂર્ણ ક્ષય કરે ત્યારે ત્યાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિની પૂર્ણતા (નિઝાપક) કરી શકે છે. (૫) સાયિક સમકિત પામવા માટે ૮ વર્ષ ઉપરની ઉંમર અવશ્ય જોઈએ. (૬) ક્ષાયિક સમકિત પામવા માટે નિયમાં પહેલું સંઘયાણ જોઈએ.
આ કારણો ભેગા થાય ત્યારે દર્શનમોહનીય કર્મ નિકાચિત રહેલું ન હોય તો ક્ષાયિક સમકિત પામવા માટે પુરૂષાર્થ જીવ કરી શકે છે. તેમાં પણ પરભવનું મનુષ્પાયુષ્ય કે તિર્યચઆયુષ્ય સંખ્યાત્ વર્ષનું બાંધેલું ન હોવું જોઈએ. - જો અસંખ્યાત વર્ષનું મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધેલું હોય તો ક્ષાયિક સમકિત પામવા માટે પુરુષાર્થ કરી શકે છે તથા નારકીનું ૧ થી ૩ નરકનું તેમાં ૩ જી નારકીનું જઘન્ય આયુષ્ય + પલ્યોપમના