________________
૨૨
કર્મગ્રંથ-૨ વિવેચન
(૫) બીજ રૂચિ : બીજ રૂપે રહેલા એટલે કે થોડા સૂત્ર કે અર્થનો અભ્યાસ કરતાં સંપૂર્ણ સૂત્ર પ્રાપ્ત થાય અને તેનાથી તત્ત્વ પ્રત્યે જે રૂચિ થાય તે બીજચિ સમકિત કહેવાય છે.
(૬) અભિગમરૂચિ : અંગ - ઉપાંગ આદિના અર્થને જાણે અને જાણવાની જિજ્ઞાસા રાખે તે અભિગમરૂચિ સમકિત કહેવાય છે.
(૭) વિસ્તારરૂચિ : તત્ત્વાદિને નયનિક્ષેપાદિ સ્યાદ્વાદશૈલીએ સમભંગી પ્રરૂપણાએ જાણે તે વિસ્તારરૂચિ સમકિત કહેવાય.
(૮) ક્રિયારૂચિ : ધર્મની પ્રવૃત્તિ કરતાં કરતાં શ્રી જિનેશ્વર ભગવંતના તત્ત્વો પ્રત્યે રૂચિ પેદા થાય તે ક્રિયારૂચિ સમકિત કહેવાય.
(૯) સંક્ષેપચિ : સરળ સ્વભાવે અનભિગ્રહી એટલે કે આગ્રહ વગરનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમભાવ વિશેષ ન હોવાથી નિપુણપણું ન હોય છતાં થોડામાં ઘણું સમજે અને સમજીને વિચારે તે સંક્ષેપરૂચિ સમકિત કહેવાય.
(૧૦) ધર્મરૂચિ : પંચાસ્તિકાયનું સ્વરૂપ જાણે, શ્રુતજ્ઞાનથી ચારિત્રધર્મ ને જાણે, બાહ્ય અત્યંતરભાવે શ્રી જિનેશ્વરોએ કહેલા તત્ત્વોને વિષે હેય ઉપાદેય યથાયોગ્ય સદ્ગુ. સ્વભાવ અને પરભાવના સ્વરૂપને જાણે તે ધર્મરૂચિ સમકિત કહેવાય છે.
ક્ષયોપશમ સમકિતથી પડીને પહેલા ગુડ્થાનકે આવેલો જીવ કાર્મગ્રંથીક મતના અભિપ્રાયે એકવાર ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરી શકે છે. જ્યારે સિદ્ધાંતના મતે પહેલે ગુણસ્થાનકે આવેલો જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે નહિં પણ ઉત્કૃષ્ટ રસ બંધ કરે છે એમ માને છે.
સમકિત વગેરે પ્રાપ્તિનું અંતરકાળ વર્ણન :
જગતમાં રહેલા જીવો જઘન્યથી એક સમયમાં, મતાંતરે ૩ સમયબાદ તથા ઉત્કૃષ્ટથી ૭ દિવસે સમકિતની પ્રાપ્તિ કરી શકે છે.
દેશવિરતિની પ્રાપ્તિ જઘન્યથી ૧ સમય અથવા ૩ સમયે અને ઉત્કૃષ્ટથી ૧૫ દિવસે પ્રાપ્ત કરી શકે છે.
સર્વવિરતીની પ્રાપ્તિ જઘન્યથી ૧ સમય અથવા ૩ સમયે અને ઉત્કૃષ્ટથી ૧ માસે પ્રાપ્ત કરી શકે છે.
એજ રીતે સિદ્ધિગતિ એટલે કે મોક્ષ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ માસે પ્રાપ્ત કરી શકે છે.