________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૨૯ (૩) પૌષધવ્રત : પૌષધ જ પ્રકારના હોય છે. તે જ પ્રહર અથવા ૮ પ્રહરનો કહેલો છે. તેનું જે આચરણ તે પૌષધવ્રત કહેવાય છે. (૧) આહારના ત્યાગરૂપ-ઉપવાસ વગેરે કરવું તે. (૨) શરીર સત્કારનો ત્યાગ. (૩) દિશિનો ત્યાગ. (૪) સાવધ પાપ-વ્યાપારનો ત્યાગ. (૪) અતિથિ સંવિભાગ વ્રત : અતિથિનો સત્કાર કરવો. વર્તમાનકાળમાં ચોવિહાર ઉપવાસ કરી તેના પારણે એકાસણું કરાય છે તે એકાસારામાં સાધુ-સાધ્વી જે પદાર્થો વહોરી ગયા હોય તેટલા વપરાય છે. જે કદાચ સધુ-સાધ્વી મળે તો શ્રાવકશ્રાવકાને બોલાવીને તેમને જમાડી સાધર્મિક ભકિત કરે, તેઓએ જેટલા પદાર્થ વાપર્યા હોય તેટલા જ પોતે વાપરે તે અતિથિસંવિભાગ કહેવાય છે.
શ્રાવકના ૧૨ વ્રતના કુલ ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૦ તેર અબજ ચોર્યાસી કરોડ બાર લાખ સિત્યાસી હજાર બસો ભાંગા થાય છે. આમાનાં કોઈપણ એક ભાંગાનું આચરણ પરિણામ સાથેનું તે દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે.
શ્રાવકની ૧૧ પ્રતિમાના નામો : (૧) દર્શન પ્રતિમા (૨) શ્રુત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) કાર્યોત્સર્ગ પ્રતિમા (૬) અબ્રહ્મવર્જન પ્રતિમા (૭) સચિત્ત વર્જન પ્રતિમા (૮) આરંભ વર્જન પ્રતિમા (૯) પ્રેસ્યવર્જન પ્રતિમા (૧૦) ઉદ્દીઠવર્જન પ્રતિમા (૧૧) શ્રમણભૂત પ્રતિમા
આ દરેક પ્રતિમા ૧-૧ માસ અધિકવાળી કમસર જાણવી નીચે જણાવેલ ત્રણ પ્રકારની અનુમતિમાંથી છેલ્લી અનુમતિવાળા શ્રાવક ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે.
(૧) પ્રતિસેવનાનુમતિ : પોતે અથવા બીજાએ કરેલા પાપની પ્રશંસા કરે તથા સાવધ આરંભથી બનેલા આહાર આદિને વાપરે તે પ્રતિસેવનાનુમતિ શ્રાવક કહેવાય છે.
(૨) પ્રતિશ્રવણાનુમતિ : પોતે સાવઘ વ્યાપારરૂપ પાપ કરે નહિ પણ પુત્રાદિએ કરેલ પાપને સાંભળે, સાંભળીને અનુમોદના કરે પણ નિષેધ ન કરે તે પ્રતિશ્રવણાનુમતિ શ્રાવક કહેવાય છે.
(૩) સંવાસાનુમતિ : પોતે સાવધ વ્યાપારરૂપ પાપ પ્રવૃત્તિ કરે નહિં પોતાના ગણાતા પુત્રાદિક આરંભમાં પ્રવર્તેલા હોય તે પુત્રાદિકમાં કેવળ મમત્વ ભાવ હોય