________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૧૭ તે દલિકોને સમ્યકત્વ મોહનીય રૂપ બનાવીને ઉદયાવલિકામાં લાવીને ભોગવે છે. જે ઉપશમેલા દલિકો હોય છે. તેનો રસોદય કે પ્રદેશોદય હોતો નથી અને જે દલિકો સમ્યકત્વ મોહનીય રૂપે થઈને ઉદયમાં આવે છે તે દલિકોને મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો પ્રદેશોદય કહેવાય છે.
આજ પ્રમાણે અનંતાનુબંધી ૪ કષાયના ઘણાખરા દલિકોને ઉપશમાવે છે જે દલિકો ઉપશમ થયેલા હોતા નથી તે દલિકોને અપ્રત્યાખ્યાનીય કષાયરૂપે બનાવીને અપ્રત્યાખ્યાનીય કષાયની ઉદયાવલીકામાં લાવીને ભોગવે છે. આ પ્રક્રિયાને અનંતાનુબંધી ૪ કષાયનો પ્રદેશોદય કહેવાય છે.
આ કારણથી ક્ષયોપશમ સમકિતના કાળમાં ૧ સમ્યકત્વ મોહનીયનો રસોદય અને અનંતાનુબંધી-૪ કષાય મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ ૬ પ્રકૃત્તિઓનો ઉપશમ તથા પ્રદેશોદય ગણાય છે.
રસોદય : જે સ્વરૂપે રસને ભોગવવા લાયક દલિકો બનાવેલા હોય તે સ્વરૂપે ઉદયાવલીકામાં લાવીને ભોગવવા તે, તે તે પ્રકૃતિનો સોદય કહેવાય છે.
પ્રદેશોદય : જે જે પ્રકૃત્તિઓનો રસ જે જે સ્વરૂપે બંધાયેલો હોય તે સ્વરૂપે ઉદયાવલીકામાં ન આવતાં પોતાની પ્રતિપક્ષી પ્રવૃતિઓની ઉદયાલલિકામાં તે રૂપે રસનો ફેરફાર કરીને ઉદયમાં લાવીને ભોગવવી તે પ્રદેશોદય કહેવાય છે.
ઉપશમસમકિત તથા ક્ષયોપશમ સમકિતની વિશેષતા : ઉપશમસમકિતના કાળમાં અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ મોહનીય (મિશ્રા મોહનીય તથા સમ્યક્ત્વ મોહનીય) આ પાંચ તથા સાત પ્રકૃત્તિઓનો રસોદય તથા પ્રદેશોદય હોતો જ નથી પણ સર્વથા ઉપશમમાં હોય છે જ્યારે ક્ષયોપશમ સમકિતના કાળમાં સમ્યકત્વ મોહનીયના પુદ્ગલો રસોદયરૂપે હોય છે. બાકીની અનંતાનુબંધી ૪ કષાય-મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીય આ ૬ પ્રકૃત્તિના દલિકો પ્રદેશોદય રૂપે જ હોય છે આ વિશેષતા જાણવી.
આ ઉપશમ સમકિતની પ્રાપ્તિનો કમ કાર્મગ્રંથિકમતને માનનારા આચાયના અભિપ્રાયથી જાણવો. સિદ્ધાંતને માનનારા આચાર્યોના મતે નીચે પ્રમાણે જાણવું.
અનાદિમિથ્યાદ્રષ્ટિ જીવો સમ્યકત્વ પામવાનો પુરુષાર્થ કરે તો ગ્રંથીદેશે એટલે કે અનાદિ યથાપ્રવૃત્તકરણને પ્રાપ્ત કરીને ઉપશમ સમકિતની જેમ શુદ્ધ યથાપ્રવૃત્તકરણને પ્રાપ્ત કરી કમસર અધ્યવસાયમાં આગળ વધતો અપૂર્વકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરે. આ અધ્યવસાયથી ગ્રંથભેદ થાય તેમજ સત્તામાં રહેલા મિથ્યાત્વના