________________
૧૬
કર્મગ્રંથ-૨ વિવેચન
આ ત્રણે વિભાગને કોદરાના દષ્ટાંતથી જાણવું કોદરાને એવાને એવા રાખવામાં આવે એટલે તેને ખાંડતા ખાંડતા એવાને એવા જ રહે જરાય ફોતરું ઉખડે નહિં તે દલિકો અશુદ્ધ દલિકો ગણાય છે. જે દલિકો ખાંડતાં ખાંડતા અડધાં ફોતરાં ઉખડે અને અડધા રહી જાય તે અર્ધશુદ્ધ દલિકો ગણાય છે અને જે કોદરાને ખાંડતાં ખાંડતા સંપૂર્ણ ફોતરાં ઉખડી જાય તે શુદ્ધ દલિકો તરીકે ગણાય છે.
આ ઉપશમ સમકિતનો કાળ એક અંતરમુહૂર્તનો હોય છે આ કાળમાં જીવો આયુષ્યનો બંધ કરતા નથી તેમ જ મરણ પામતાં નથી તથા આ સમકિત પામેલા જીવોનો સંસાર ઉટથી અર્ધપુદગલ પરાવર્તમાં કાંઈક ન્યૂન અને જધન્યથી એક અંતરમુહૂર્તનો હોય છે.
આ ઉપશમ સમકિતનો કાળ પૂર્ણ થતાં જે જીવોને અશુદ્ધ પૂંજ એટલે કે મિથ્યાત્વ મોહનીયના દલિકો ઉદયમાં આવવાનાં હોય તો તે જીવોને ઉપશમ સમકિતના કાળનો ૧ સમય અને ઉત્કૃષ્ટથી ઉપશમ સમકિતનો ૬ આવલિકા જેટલો સમય બાકી રહે ત્યારે અવશ્ય અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે.
મિથ્યાત્વ મોહનીયના દલિક વગરના અનંતાનુબંધી કષાયનો ઉદય તે બીજું સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય છે. આ ઉદયકાળ ભોગવાઈને પૂર્ણ થતાં જીવને મિથ્યાત્વ મોહનીયનો ઉદય અવશ્ય થાય છે એટલે કે જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે.
જે જીવોને ઉપશમ સમકિતનો કાળ સંપૂર્ણ પૂર્ણ થતાં મિશ્ર મોહનીયના દલિકો ઉદયમાં આવે તે જીવો ત્રીજા મિશ્રગુણસ્થાનકને પામે છે. આ ગુણસ્થાનકથી જીવ ૪ થા ગુણસ્થાનકે જઈ શકે છે તેમજ મિથ્યાત્વનો ઉદય થતાં પહેલા ગુણસ્થાનકે પાણ જઈ શકે છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતરમુહૂર્તનો હોય છે.
જે જીવોને ઉપશમ સમકિતનો કાળ સંપૂર્ણપૂર્ણ થતાં સમ્યકત્વ મોહનીયના દલિકોનો ઉદય થાય તે ૪થા ગુણસ્થાનકે રહીને ક્ષયોપશમ સમકિતિજીવ ગણાય
છે.
આ ક્ષયોપશમ સમકિતનો કાળ ૬૬ સાગરોપમનો હોય છે અને જન્યથી ૧ અંતરમુહૂર્તનો હોય છે.
ક્ષયોપશમ સમકિતનું સ્વરૂપ : આ સમકિતના કાળમાં સમ્યકત્વ મોહનીયના દલિકોને ઉદયાવલીકામાં લાવીને ક્ષય કરે છે આ પ્રક્રિયાને સમ્યકત્વ મોહનીય કર્મનો રસોદય એટલે કે વિપાકોદય કહેવાય છે. મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના મોટાભાગના દલીતો ઉપશમને પામે છે. તેમાં કેટલાક દલિકો ઉપશમેલા ન હોય