Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ . કર્મગ્રંથ-૨ વિવેચન છે અને અનંતકાળ સુધી મિથ્યાત્વનો ઉદય રહેવાનો હોય તે અનાદિ અનંતકાળ મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ અભવ્ય તથા જાતિભવ્ય જીવોને હોય છે તથા વ્યવહારરાશીમાં આવેલા જાતિભવ્ય જેવા ભવ્ય જીવોને હોય છે. (૨) અનાદિસાંતકાળ મિથ્યાત્વ : જે જીવોને મિથ્યાત્વનો ઉદય અનાદિકાળથી હોય અને તેનો નાશ થવાનો હોય એટલે કે મિથ્યાત્વ સાંત થવાનું હોય તે અનાદિ સાંત મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ જે ભવ્ય જીવો મોક્ષમાં જવાવાળા હોય તેઓને હોય છે. દુર્ભવી-ભારેકર્મીભવી અને લઘુકમીભવી આવી શકે. (૩) સાદિ અનંતકાળ મિથ્યાત્વ : જે મિથ્યાત્વનો ઉદય અહિં થયેલો હોય અર્થાત્ એકવાર મિથ્યાત્વનો ઉદય વિચ્છેદ કરી ફરી ઉદય થયેલ હોય તે સાદિ અને તે મિથ્યાત્વ અનંતકાળ સુધી ઉદયમાં રહેવાનું હોય તે સાદિઅનંતકાળ મિથ્યાત્વ કહેવાય છે. આ ભાંગો સામાન્ય રીતે કોઈપણ જીવોને હોતો નથી પણ વિવક્ષા ભેદથી અભક્ત જીવોને ઘટી શકે છે. તે આ રીતે-અવ્યવહારરાશીમાં રહેલા-અભવ્ય જીવોને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. જ્યારે એક જીવ સિદ્ધિગતિમાં જાય ત્યાં અવ્યવહારરાશીમાંથી એક જીવ વ્યવહારરાશીમાં આવે છે તે નીકળતો ર્જ્ય અભવ્યનો પણ હોઈ શકે છે એવા વ્યવહારરાશીમાં આવેલા અભવ્યજીવોને વ્યક્તમિથ્યાત્વવાળા કહેવાય છે. જ્યારે એ આત્મા વ્યવહારરાશીમાં દાખલ થાય ત્યારે વ્યાકૃત મિથ્યાત્વની સાદિ થઈ ગણાય અને એ મિથ્યાત્વનો ઉદયકાળ અનંતકાળ સુધી રહે છે. આ કારણથી સાદિ અનંતકાળ ભાંગો ઘટી શકે. (૪) સાદિસાંત કાળ : જે જીવો મિથ્યાત્વનો ઉદય વિચ્છેદ કરી ફરીથીઉદય પ્રાપ્ત કરે તે સાદિ કહેવાય અને તે ઉદયકાળ ભવિષ્યમાં વધારેમાં વધારે અપુદ્ગલ પરાવર્ત કાળે સાંત કરશે તે સાંત કહેવાય આ સાદિસાંત મિથ્યાત્વ લઘુકર્મી તથા દુર્લભબોધિ જીવોને હોય છે. અનાદિયથાપ્રવૃત્તકરણ : વ્યવહારરાશીમાં આવેલા જે જીવો હોય છે તે સંસારમાં ભટકતા ભટકતા સંજ્ઞી પર્યાપ્તપણું પ્રાપ્ત કરી ૭ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે તે બંધ કર્યાબાદ સંસારમાં પરિભ્રમણ કરતો કરતો અકામ નિર્જરાથી તે ૭ કર્માની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવતા ખપાવતા એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિસત્તા ન્યુન થાય અને ફરીથી સંજ્ઞી પર્યાપ્તપણું પ્રાપ્ત કરે ત્યારે આ જીવોને અનાદિ યથાપ્રવૃત્તકરણવાળા કહેવાય છે. આ અનાદિયથાપ્રવૃત્તકરણને ગ્રંથીદેશપણ કહેવાય છે. આ ગ્રંથીદેશે અભવ્ય-દુર્ભવ્ય-ભારેકર્મી અને લઘુકર્મી જીવો અનંતીવાર આવીને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી ગ્રંથીદેશથી પાછા ફરી જ્ય છે. સંક્ષી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122