________________
૩૩૮ : પર્યુષા મહાપવ અને જૈનશાસન
તે વિશેષ વિશેષ. વાસ્તુરે શાસન ! તારી બલિહારી જ અનાખી,
પાંકણામાં તપના તેજ કિરા સૌથી પહેલા. જીવદયા તે અમારી અમૃતવેલ, દાન તા જૈનાની ગળથુથીમાં વણાએલ. અને શીલ અને શિયલ તે સ્વાભાવિક,
જૈના એટલે જેના, રાગદ્વેષ એમને કરવા ન ગમે. થઈ ભલે જાય. હૈયે રૂચે નહિ, કારકે ધ્રુવ પરમ વીતરાગ. રાગદ્વેષના મહાવિજેતા, માહ સુભટના મારણુહાર. વળી સન્ અને સદ, મુદ્રા પરમ પ્રશાંત, દેવના ઉપાસક અમે. અને રાગદ્વેષ અમને ગમે? ત્રણ કાળમાંય નહિ.
આવા
અને તે પાછા ધની બાબતમાં. મતભેદ ભલે હાય. સિદ્ધાંત સમજમાં ફેર હાય. સમજ્યા સત્યને વળગી પણ રહીએ. પણ અમારી સાધર્મિક ભાવના સતે જ. હૈયાના સ્નેડ અનેાખા. સાથે બેસીએ સાથે જમીએ. સાથે ગોચરી કરીએ. વિચારની આપ લે કરીએ. મતભેદને ઉકેલીએ. અશકય ઉપાયમાં કેવળી ભગવતને મુખ્ય કરીએ. પણ શાસન કામાં સહુ સાથે આફત ટાણે અળગા નિહ. શુ સાધુ કે શું શ્રાવક. સૌ શાસનના. શાસનના નહિં તે અમારા નહિ. આપણા નહિ, સદ્દભાવનાની આ છે સીમા.
શસન સીદાય. શાસનના કાર્યો સીદાય. દેવ મંદિરનું ધન લુંટાય. અરે દેવત્વની ભાવના ઘાયલ થાય. દેવદ્રવ્ય પર કરડી નજર થાય. જ્ઞાન દ્રવ્યના દુરૂપયાગ થાય. સાધારણ દ્રવ્યના સીમા મધના તૂટે. દીક્ષા જેવા પરમ પવિત્ર સિદ્ધાંતના ચુંથણા થાય. અમારા કહેવાતા કાયદા લાલવા મથે. શાસ્ત્રોને વિપરીત રીતે ઘાળીને પી જાય. નીતિ-મર્યાદા સામે અડેડાઇ કરે. આ બધુય થાય. અને અમે હાથ જોડીને બેસી રહીએ.
ભાઇ ભાવી હશે એમ થશે. એ તે વીરનાથે ભાખ્યું જ છે ને? ધમ ચારણીએ
ચળાશે. આપણે શું કરીએ ? આપણા જ માન પાનના ઠેકાણા નથી ને. ચારને રાજી તે રાખવા જ પડે ને. આ તે સંસાર છે સંસાર.
શું કહ્યું સ ંસાર ? અને તે શાસનના સાધુ અને શ્રાવક માટે? આવા અમાં ? આવા પ્રસગે? અરે કોઈ ખાલી ગણવેષધારીના શબ્દો હશે. કાઇ સ્વાથી ઉપાસકના વેણુ હશે. જિનેશ્વર દેવના સાધુ અને શ્રાવક માટે કલ્પના પણ ન કરાય. એ તે ચિંતામણિ અને વૈડુ રત્ના, એના તેજે શ્રી સંઘમાં પ્રકાશના પુજ પથરાય,
પ્રત્યક્ષને પુરાવા શા? આજ પણ શાસનની સૌરભ કાણુ ફેલાવે છે? ગીતાથ ગુરુ ભગવતા અને પુણ્યાશાળી સુશ્રાવક જ ને? શાસનના સુપ્રભાવક અને સહાયક કેવા સુંદર આજ પણ દીપે છે. સુવર્ણની ખાણા જીજ જ હાય ને? અને તે પણ પાંચમા આરામાં.
પાંચમા આરે। પછી આ બધુ પીંજણ શા માટે? જીણુ કાંતવા માટે. સરસ વણાટ વણવા માટે. હલવી ભાષામાં હૈયા હલાવવા માટે.
હૈયા તા છે ને? ધમ અને શાસન માટે પણ ખરાને? સર્વોચ્ચ કોટિના શાસનમાં શુ ખની રહ્યુ છે? અજાણ્યા છે? કમાલ કરી. જાણવા છતાં પણ ઉપેક્ષા. એ પીડામાં કોણ પડે? પૂજા કરીએ, સમય સજોગે સમાયિક લઈએ. ભગવાન ભલુ કરે. શાસન સાધુને શીર.
આ તે ગજબ થયા. ચાલેા ત્યારે સાધુ મહાત્મા પાસે. ‘મર્ત્યએણવ દામિ.’ સુખશાતા વર્તે છે? ‘અહુ મજેની. દેવ ગુરુપસાય.' પણ સાહેબ, દેવ ભૂલાતા જાય છે. ગુરુ તરફના ભાવ ઘટતા જાય છે, અમારૂં અને અમારાનું થશે શું? ધમ ભૂલાશે તે દુનિયામાં રહેશે શું?' અરે ભલા માણસ! એ તે મેટાનું કામ. આચાય દેવાનુ–પદરથાનુ કામ. ભલે સાહેબ ભલે. શાતામાં રહેજો.'