________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ માવીર મૃત્યુના આધીન ન થાઓ.” લેકો આ પ્રભુ મહાવીર દેવ છે એમ જાણતા નહોતા. તેથી આય પુરુષ છે એમ ધારી બોલતા હતા. પ્રભુની મહત્તાને અન્ન લોકો ક્યાંથી જાણી શકે? મનુણાકારવાળા સર્વ કઈ પોતાના સરખા મનુ હોય છે તેમ તે જાણતા હતા. શૂલપાણિને ઉપસર્ગ:
શૂલપાણિ યક્ષથી લોકો ભય પામીને પ્રભુને ત્યાં રાત્રે ન રહેવાની વિનંતી કરતા હતા. પ્રભુએ લોકોને કહ્યું કે “તમે મારા મરણનો ભય ન રાખો. એવા યક્ષને વશ કરવાની મારી શક્તિથી તમે અજાણ છે. કાળરૂપ યક્ષ, કે જેના હાથમાં વાસનારૂપ શૂલ છે અને જે મનુષ્યનાં વીર્ય, રુધિર વગેરેનો નાશ કરે છે અને મનુષ્યનાં અસ્થિઓને ઉઘાડાં કરે છે, જીવતાં મનુષ્યને જે મારી નાખે છે, તેને જે આજે પિતાના વશમાં કરે છે તેઓને દેહધારી. યક્ષો કંઈ કરી શક્તા નથી. કામરૂપ શૂલપાણિ યક્ષને ગૃહસ્થો પશે છે અને નમે છે. તેના મંદિરમાં જતાં લોકો મરી જાય છે, પણ ત્યાગી મહાત્માઓ તે તેના મદિરમાં જઈને તેને પિતાના તાબે કરે છે. માટે તમો બેફિકર રહે.
વર્ધમાનપુરના લકે એ આર્ય સભ્યતાથી કહ્યું કે “અરે આર્ય, તે પૂર્વમાં એક શેઠને બળદ હતો. પાંચસો ગાડાંને નદીની રેતીમાંથી તેણે કાઢડ્યાં, પણ તેનાં આંતરડાં તૂટી ગયાં. બળદના ધણી વણિકે બળદની આવી સ્થિતિ દેખીને અમારા ગામના આગેવાનને તેની બરદાસ કરવા રૂપિયા આપ્યા, પણ ગામના આગેવાનેએ. તેની સારવાર કરી નહીં. તેથી તે બળદ મરણ પામી વ્યંતર થયે અને મરકીથી ગામના ઘણા લોકોને મારી નાખ્યા. શેષ બચેલા અમે તેની સ્તુતિ કરી તેથી તે પ્રસન્ન થયે. તેના પૂર્વભવની બળદની અમેએ મૂર્તિ કરી, તેને દેવળમાં સ્થાપી, અમે પૂજીએ છીએ. તેથી હવે તે પ્રસન્ન થયા છે. તેથી અમારા વર્ધમાનપુરમાં હવે ઉપદ્રવ કરતા નથી, પરંતુ તેના દેવળમાં જે વાસ કરે છે
For Private And Personal Use Only