________________
જાન્યુઆરી ૧૯૦
જૈન યુગ
છે. અમે ઇચ્છીશું કે મંડળ દર વર્ષે એવી યોજના કરે. બાદ શ્રી ઘોઘારી સેવા સમાજ અને શ્રી આત્માનંદ સભા તરફથી મંડળના પ્રમુખને હારતોરા અર્પણ થયા હતા. બાદ શ્રી. કુલચંદ શામજીએ પ્રમુખશ્રી અને અન્ય
લાગતાવળગતાઓનો આભાર માની શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલને પુષ્પહાર અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી તરથી યોજાયેલ ચા-પાણીને ઇન્સાફ આપી અત્યંત પ્રફુલ્લિત વાતાવરણ વચ્ચે સમારંભની સમાપ્ત થઈ.
ઝ.
ક
શન યુગ” વાd
blઠું
*
**
જ
જન ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિને સ્પર્શતી વાર્તાઓમાં ભાગ લેવા સર્વ વાર્તાકારને અમારું હાર્દિક નિમંત્રણ છે. આ પ્રકારની વાર્તા (૧) ગુજરાતીમાં જ લખેલી મૌલિક હોવા ઉપરાંત આજ સુધીમાં તે ક્યાંય પ્રસિદ્ધ કે મુદ્રિત થયેલ હોવી ન જોઈએ (૨) વાર્તાકારે પોતાનું નામ-સરનામું વાર્તા સાથે ન આપતાં જુદા કવરમાં કાર્યાલયની જાણ માટે વાર્તાના શીર્ષક સાથે પોતાનું પૂરું નામ અને સરનામું મોકલવું, જેથી પરીક્ષકો સમક્ષ કેવળ વાર્તાઓ જ નિર્ણય માટે મુકી શકાય. (૩) વાર્તા વધુમાં વધુ ૩૫૦૦ શબ્દોથી વધારે લાંબી ન હોવી જોઈએ (૪) વાર્તા ફલર કેપ સાઈઝના કાગળની એક બાજુએ હાંસિયો પાડીને શાહીથી સુવાચ્ય અને સ્વચ્છ રીતે લખાયેલ હોવી જોઈએ (૫) વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તા. ૩૧-૩-૧૯૬૦ છે, ત્યારપછી મળેલ વાર્તાઓ વાર્તા-હરીફાઈ માટે સ્વીકારાશે નહિ (૬) પરીક્ષક સમિતિ શ્રેષ્ઠતાનો ક્રમ નક્કી કરી રૂ. ૧૦૦, ૭૫ અને રૂા. ૫૦ નાં ત્રણ ઇનામો આપશે (૭) ઈનામને પાત્ર ઠરેલી વાર્તાઓને પ્રથમ પ્રસિદ્ધ કરવાનો, ભાષાંતર કરવાનો અથવા કાયમી રીતે ગ્રંથબદ્ધ કરવાનો અધિકાર જૈન છે. કોન્ફરન્સના મુખપત્ર “જૈન યુગ”ની કાર્યવાહક સમિતિને રહેશે. ઈનામી વાર્તાઓના લેખક પોતાના વાર્તાસંગ્રહમાં તે ઇનામી વાર્તાનો ઉપયોગ “જૈન યુગ”માં પ્રકટ થયા પછી કરી શકશે. હરીફાઈમાં પ્રવેશ પામેલ છતાં ઇનામ ન પામેલ વાર્તાઓની પણ પ્રથમ પ્રસિદ્ધિનો અધિકાર “જૈન યુગ”ની કાર્યવાહક સમિતિને રહેશે અને તે બદલ પુરસ્કાર આપવામાં આવશે. આ કક્ષાની પસંદ થયેલી વાર્તાઓ પાછી આપવામાં આવશે નહિ તેમજ લેખક તે વાર્તા બીજે છપાવી શકશે નહિ. (૮) વાર્તા હરીફાઈનું પરિણામ જૈન યુગના જૂન ૧૯૬૦ના અંકમાં પ્રકટ કરવામાં આવશે. (૯) હરિફાઈ અંગે “જેન યુગ”ની કાર્યવાહક સમિતિએ નીમેલ પરીક્ષક સમિતિનો નિર્ય છેવટનો અને બંધનકર્તા ગણશે તથા તે અંગે કશા પત્રવ્યવહારમાં ઊતરવામાં નહિ આવે.
વાર્તા મોકલવાનું સરનામું :
તંત્રીઓ “જૈન યુગ”
શ્રી જૈન વેતામ્બર કૉન્ફરન્સ, ગોડી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ ૨