________________
તા. ૧-૫-૧૯૪૦
જૈન યુગ.
-----------
ગમી ચાલકે જવ
માં આ વર્ષના માસ
પુરતા પ્રમાણમાં
છે
માટે જૈન ધર્મની ક્રમિક વાંચનમાળા, જૈન તત્વજ્ઞાનને સળંગ સમજાવનારાં પુસ્તકે સારી અને સાદી ઢબે લખાએલાં હોવાં જોઈએ બીજી વ્યવહારીક કેળવણી કે જે મન, તન અને આત્માની સર્વશક્તિઓને સપ્રમાણુ અને એકી સાથે વિકાસ કરનારી હોવી જોઈએ હાલની વ્યવહારીક કેળવણીમાં કેટલીક ત્રુટીઓ છે તે દુર કરવી જોઈએ કેળવણી લેનારને પિતાનો જીવન નિર્વાહ સહેલાઈથી થઈ શકે એટલી આવડત અને સાધન સંપત્તિ હોવી જોઈએ. આ માટે ગૃહઉદ્યોગો અને હાથની મહેનતવાળા ઉદ્યોગોને પુરતું ઉતેજન મળવું જોઈએ.
ભણેલા અને બીનભણેલા, સામાન્ય અને મધ્યમ વર્ગમાં બેકારી એટલા બધા પ્રમાણમાં વધી છે કે તેની પરિસ્થિતિ ઉંડા ઉતરી તપાસતાં આપણને અનહદ દુઃખ થયા વગર રહે નહિ. આપણા ભાઈ બહેનો ગરીબાઈમાં રીબાય છે, દુઃખી થાય છે, અને માંડમાંડ પોતાનું દુ:ખી જીવન વ્યતીત કરે છે. મુંબઈ અને બીજાં શહેરોમાં માણસોને ભાડાના મકાનમાં રહેવું પડે છે. તેમની કમાણીનો મુખ્ય ભાગ ભાડામાં જાય છે, એટલે પિતાના કુટુંબને પુરત નિવોહ થઈ શકતું નથી અને શરીર શક્તિ સારી રહી શકતી નથી. આના નિવારણ માટે સસ્તાં ભાડાની સગવડભરી ચાલી અને સારી જૈન હોસ્પીટલની ખાસ જરૂરીઆત છે. પાટણ જૈન મંડળ” ની ચાલીઓ, સર કીકાભાઈ પ્રેમચંદ તરફથી બંધાએલાં મકાને, “ભાયખલા દ્રસ્ટ'ની ચાલીઓએ એ જરૂરીઆત કેટલેક અંશે પુરી પાડવા માંડી છે પરંતુ તે જરૂરીઆતના પ્રમાણમાં બહુજ નાની છે. સમાજના શ્રીમંતે તેમજ દ્રવ્યવાન સંસ્થાઓએ આ પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સ્વર્ગસ્થ શેઠ દેવકરણ મુલજીએ પિતાના વીલમાં સસ્તાં ભાડાંની ચાલીઓ માટે રૂપીઆ ચાર લાખ તથા હોસ્પીટલ માટે રૂપીઆ બે લાખની સખાવત જાહેર કરેલી છે તે પ્રસંશનીય છે અને આપણે ઈરછીશું કે એના સંચાલકો જરૂર જહદીથી એ જનાઓ અમલમાં મૂકે. | ગુજરાત કાઠીયાવાડ વિગેરેમાં આ વર્ષે દુષ્કાળ આવ્યો છે અને બીજી બાજુ ચૂપમાં ભયંકર લડાઈ જાગી છે. ખાદ્ય ખોરાકીની વસ્તુઓ મોંઘી થઈ છે. હજારો માણસો પોતાના દેશને તેજી અન્ય સ્થળે પેટ ગુજારો શોધવા ગયાં છે. દુધ, ઘી આપનાર ઢેરોનો મરો થયો છે એટલે પુરતા પ્રમાણમાં દુધ, ઘી મળી શકતાં નથી. આવી કરૂણ સ્થિતિ દુર કરવા પ્રયાસો કરવા એ શ્રીમતેની તેમજ આપણી સિાની ફરજ છે અને તેવું કાર્ય એ મોટામાં મોટું સ્વધમિ વાત્સલ્ય છે. આપણા શ્રીમંતેની માલીકીના એવાં અનેક સાધન છે કે જેથી સેંકડો જેનોને નીભાવી શકાય. આપણે સૈા ઇરછીશું કે જૈન શ્રીમતે તેમના વહીવટ હેઠળના ખાતાંઓમાં આપણું જૈન બંધુઓને પ્રથમ આશ્રય આપવા જરૂર તત્પર રહે.
સંપ, એકતા, સંગઠન એ એકજ મુખ્ય વાતને પિષનારા શબ્દ છે. અંદર અંદર વિચારભેદને કારણે લડવાથી પશ્નો બંધાય છે અને તેથી એકતાને ધકકો પહોંચે છે, સમાજ છિન્નભિન્ન થાય છે અને સંયુક્ત પ્રયાસ પર આધાર રાખતું મહાન કાર્ય થઈ શકતું નથી વિચારભેદથી હદયભેદ થાય એ સ્થિતિ દરેક
વ્યકિતએ દુર કરવાની છે. એક જ ઘરમાં જુદી જુદી વ્યકિતઓ જુદા જુદા વિચાર ધરાવતી હોય, છતાં તે કુટુંબના સુલેહસંપને જરાયે વાંધો ન આવે એ સ્થિતિ લાવવાની જરૂર છે. ઘર કરતા સંસ્થા મોટી છે. તેમાં તે સન્મતિથી કાર્ય થાય તે તેના જેવું ઉત્તમ કાંઈ પણ નથી, પણ જે વિચારભેદને કારણે તેમ ન બની શકે તે બહુમતિથીજ કાર્ય લઈ શકાય ને તેમાં અલપમતિ ધરાવનારાઓને રીસાવાનું સ્થાન હોઈ ન શકે. બહુમતિથી કાર્ય લેવામાં લાંબી ચર્ચામાં બહુ કાળક્ષેપ કરે કે કદાગ્રહ રાખવો એ નથી. બહુમતિથી વિરૂધ્ધ જઈને હદયભેદ કે પક્ષ પાડવાની નીતિ રાખવી એ ભયંકર છે, એમ થાય તો કોઈપણ સંસ્થા ટકી શકે નહિ, અને એકતાના અભાવે કાર્ય ચલાવી શકે નહિ.
ગત બેઠકમાં આપણે એકતાનો ઠરાવ કર્યો હતો તેમાં પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે શ્રાવકે એ શ્રાવક પ્રત્યેના અને સાધુઓએ સાધુઓ પ્રત્યેના અંગત ષ, ઈર્ષા, દેષ વગેરે ભૂલી જઈ સર્વે આપણા સ્વધર્મીઓ છે એમ સમજી, અરસપરસ માનભરી રીતે વર્તવું ઉચિત્ત છે, જૈન સમાજના ઉદ્ધારના દરેક સવાલમાં અંગત લાગણીનો ભેગ આપી ખરા દિલની એકતા કરવામાં આવે તે જૈન ધમને પ્રકાશ જવલંત થશે એ નિ:સંદેહ છે.
આપણા સમાજમાં અત્યારે સ્થળે સ્થળે કલેશમય વાતાવરણ જણાય છે તે દુર કરી સંપ કરવા અને આપણી મહાસભાના છત્ર નીચે સમસ્ત સમાજની પ્રગતિ સાધવા ગ્ય પ્રયત્ન કરવા એક સમિતિ ગત અખિલ હિન્દ સ્થાયી સમિતિની બેઠકમાં નીમવામાં આવી હતી આ સમિતિએ શું કાર્ય કર્યું તે સમાજ જાણી શકી નથી; પણ છેલ્લા કેટલાક સમયથી આપણી કાર્યવાહક સમિતિના ઉપપ્રમુખ ડે. ચીમનલાલ શ્રોફ અને સ્થાનિક મહામંત્રી શ્રી કાન્તિલાલભાઈ તરફથી એ અંગે સતત પ્રયત્નો થયાનું આપણી જાણુમાં આવ્યું છે. આપણે ઈરછીશું કે એ પ્રયાસનું શુભ પરિણામ જલદી આવે. કોઈ પણ ગુચનો ઉકેલ બને પક્ષેના અરસપરસ મેલાપ અને વિચારણાને અંગે બાંધછોડના સિદ્ધાંતે થઈ શકે. જૈન ધર્મના અનેકાન્ત તત્વજ્ઞાનમાં સમાધાન અને સમન્વય એ બેને જરૂરી દર્શાવેલાં છે અને સિદ્ધાંતને ભેદ આડે ન આવે તે બાંધછોડ કરી હદયભેદને તિલાંજલી આપી એકરસ અને એકધારી એકતા સાધી શકાય. એ એક પણ કેયડો નથી કે જેને સરળતા હોય તે ઉકેલ ન થઈ શકે. જ્યાં ઈરછા દઢ છે ત્યાં અનેક માર્ગો સુલભ છે.